નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાની કૉમ્બિનેશનવાળી પોતાની વનડે પ્લેઇંગ ઇલેવન ટીમ બનાવી છે. પણ ફિન્ચની આ ટીમમાં રોહિત શર્માને બાકાત રાખવામાં આવ્યો છે અને તેની જગ્યાએ પૂર્વ મહાન અને વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગને સ્થાન આપવામાં આવ્યુ છે. રોહિતની જગ્યાએ સહેવાગને રાખવા પાછળ ફિન્ચે ખાસ કારણ પણ આપ્યુ છે.

ઓપનિંગમાં રોહિત શર્માને બાકાત રાખવા, તથા સહેવાગ અને ગિલક્રિસ્ટના સિલેક્ટ કરવાને લઇને ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચે કહ્યું કે, સહેવાગને મે એટલા માટે નંબર-1 પર પસંદ કર્યો છે કેમકે તે ખુબ સારા બેટ્સમેન છે, જ્યાં સુધી તે રમતો હોય ત્યાં સુધી એવુ લાગે કે મેચ ખતમ થઇ જશે. હું રોહિત શર્માને સિલેક્ટ કરવા માંગતો હતો, કેમકે તેનો રેકોર્ડ ખુબ શાનદાર છે, પણ અંતમાં મે ગિલક્રિસ્ટને સિલેક્ટ કર્યો.



એરોન ફિન્ચની ઓલ ટાઇમ ઇન્ડિયા vs ઓસ્ટ્રેલિયા XI....
વિરેન્દ્ર સહેવાગ, એડમ ગિલક્રિસ્ટ, રિકી પોન્ટિંગ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, એન્ડ્યૂ સાયમન્ડ્સ, એમએસ ધોની, બ્રેટ લી, ગ્લેન મેક્ગ્રા, જસપ્રીત બુમરાહ.