નવી દિલ્હીઃ ગઇકાલે રાત્રે યુએઇની શારજહાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફરી એકવાર સાઉથ આફ્રિકન સ્ટાર્સ એબી ડિવિલિયર્સની તોફાની બેટિંગ જોવા મળી. ડિવિલિયર્સે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરીને આરસીબીને કેકેઆર સામે અદભૂત જીત અપાવી હતી. મેન ઓફ ધ મેચ બનેલા ડિવિલિયર્સના એક ગુગનચુંબી સિક્સનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

ચાલતી કાર પર જઇને પડ્યો દડો
વાયરલ વીડિયો પ્રમાણે, મેચ દરમિયાન કેકેઆરના બૉલર નાગરકોટીના એક બૉલ પર ડિવિલિયર્સે એટલો બધી વિસ્ફોટક સિક્સ ફટકારી, કે દડો શરજહાંના સ્ટેડિયમની કુદીને બહાર રૉડ પર પડ્યો હતો. આ દડો સીધો ચાલુ કારના ઉપર જઇને પડ્યો હતો, ડિવિલિયર્સે આવા બે શાનદાર છગ્ગા ફટકાર્યા હતા.



ઉલ્લેખનીય છે કે, એબી ડિવિલિયર્સે મેચ દરમિયાન 73 રનોની શાનદાર ઇનિંગ રમી, જેમાં તેને પાંચ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. મેચમાં આરસીબીએ કોલકત્તાની ટીમને 82 રનોથી હાર આપી હતી.



મેચ બાદ કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉર, બન્ને ટીમોના કેપ્ટને એબીડીની બેટિંગના ભરપુર વખાણ કર્યા હતા. મેચ બાદ રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉરના કેપ્ટન વિરાટ કોહલીએ ડિવિલિયર્સની બેટિંગને લઇને કહ્યું કે, અમે ડિવિલિયર્સની બેટિંગ વિશે વિચાર્યુ પણ નહતુ, તેને અદભૂત બેટિંગ કરી. તે એક સુપર હ્યૂમન છે. પીચ સુકી હતી, ડિવિલિયર્સને છોડીને દરેક બેટ્સમેનને આ પીચ પર મુશ્કેલી પડી હતી. પરંતુ ડિવિલિયર્સની બેટિંગના કારણે અમે 195ના સ્કૉર સુધી પહોંચી શક્યા. ડિવિલિયર્સની ઇનિંગ અવિશ્વસનીય હતી. વિરાટે કહ્યું કે, ડિવિલિયર્સ આવ્યો અને રન બનાવવાના શરૂ કરી દીધા હતા. આવુ માત્ર એબી ડિવિલિયર્સ જ કરી શકે છે. અમે બન્ને સારી પાર્ટનરશીપ બનાવી શક્યા.

વળી, બીજીબાજુ કોલકત્તા નાઇટના કેપ્ટન દિનેશ કાર્તિકે પણ ડિવિલિયર્સના ભરપુર વખાણ કર્યા હતા. તેને કહ્યું ડિવિલિયર્સ એક બેસ્ટ ખેલાડી છે, તેને રોકવો મુશ્કેલ છે. તેને જ બન્ને ટીમો વચ્ચે અંતર ઉભુ કરી દીધુ હતુ. અમે બધુ જ કરવાની કોશિશ કરી પરંતુ તેને રોકી શક્યા નહી. અમે જો આરસીબીને 175 સુધી રોકી લેતા તો પરિણામ સારુ રહેતુ. પરંતુ ડિવિલિયર્સ બધા બૉલને બહાર જ ફેંકી દેતો હતો.