નવી દિલ્હીઃ ક્રિકેટની રમતમાં 360 ડિગ્રી મેન તરીકે ઓળખતા ઓલરાઉન્ડર એબી ડિવિલિયર્સે વધુ એક ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે. એબી ડિવિલિયર્સએ આઇપીએલમાંથી (IPL)માંથી 100 કરોડની કમાણી કરી લીધી છે, ઇન્ડિયન પ્રીમિયર લીગમાંથી 100 કરોડની કમાણી કરનારો એબી ડિવિલિયર્સ પહેલો વિદેશી ખેલાડી પણ બની ગયો છે. આ લિસ્ટમાં તેની સાથે એમએસ ધોની, વિરાટ કોહલી, સુરેશ રૈના અને રોહિત શર્મા જેવા દિગ્ગજોની પણ સામેલ છે.


ડિવિલિયર્સ એક માત્ર વિદેશી ખેલાડી છે જેણે આઈપીએલમાં આ ઉપલબ્ધી મેળવી છે. આરસીબીએ આ વર્ષે તેને રિટેન કર્યો છે. ડિવિલિયર્સને હાલમાં એક સીઝન માટે 11 કરોડની રકમ મળે છે. અત્યાર સુધી તેણે આ મોંઘી ક્રિકેટ લીગમાંથી 102.5 કરોડની કમાણી કરી લીધી છે.

ડિવિલિયર્સને વર્તમાન સમયમાં ટી-20 ક્રિકેટનો સૌથી શાનદાર ક્રિકેટર માનવામાં આવે છે. આઈપીએલ 2020માં તેણે 454 રન બનાવ્યા હતા. તે દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 158.74 હતી. ડીવિલિયર્સ પોતાના આઈપીએલ કેરિયરમાં અત્યાર સુધી કુલ 169 મેચ રમી ચુક્યો છે. જેમાં 40.40ની એવરેજથી 4849 રન બનાવ્યા છે. તેમાં ત્રણ સદી અને 38 અડધીસદી સામેલ છે. આઈપીએલમાં તેનો સર્વાધિક સ્કોર 133* છે, જે તેણે 2015માં બનાવ્યો હતો. એબી ડિવિલિયર્સની  આઇપીએલ કેરિયરની વાત કરીએ તો તેને સૌથી પહેલા દિલ્હી ડેરડેવિલ્સની ટીમમાંથી 2008માં શરૂઆત કરી હતી, બાદમાં 2011માં રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉરની ટીમમાંથી સામેલ થયો હતો. જોકે હજુ સુધી તે આરસીબી સાથે જ રમી રહ્યો છે.