Abhishek Nayar UP Warriorz: થોડા અઠવાડિયા પહેલા જ, BCCI દ્વારા અભિષેક નાયરને સહાયક કોચ પદ પરથી દૂર કરવામાં આવ્યો હતો. નાયર હવે મહિલા પ્રીમિયર લીગ (WPL) માં યુપી વોરિયર્સ ટીમનો નવો મુખ્ય કોચ બન્યો છે. નાયર આ પદ પર જોન લુઇસનું સ્થાન લેશે, જે છેલ્લા ત્રણ સીઝનથી યુપી ફ્રેન્ચાઇઝના મુખ્ય કોચ હતો. યુપી વોરિયર્સ ટીમ છેલ્લા બે સીઝનમાં પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહી. નાયર ભારત માટે વધુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યો નથી, પરંતુ સ્થાનિક ક્રિકેટમાં મુંબઈના અનુભવી ખેલાડીઓમાં તેની ગણતરી થાય છે.
યુપી વોરિયર્સના સીઓઓ અને ક્રિકેટ ડિરેક્ટર શેમલ વૈંગકરે ESPN ક્રિકઇન્ફો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, "અભિષેક નાયરને યુપી વોરિયર્સનો મુખ્ય કોચ બનાવવામાં આવતા, એવું લાગે છે કે યુપી ટીમ તેમના નેતૃત્વમાં નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે. અભિષેક છેલ્લા 18 મહિનામાં 3 ચેમ્પિયન ટીમોનો ભાગ રહ્યો છે, જેમાં તેણે અલગ અલગ ભૂમિકાઓ ભજવી છે." તેમણે આશા વ્યક્ત કરી કે અભિષેક નાયરના નેતૃત્વમાં યુપી વોરિયર્સની નિર્ભય ટીમ આગામી સીઝનમાં ચોક્કસપણે કંઈક અદ્ભુત કરશે.
તેમણે વધુમાં કહ્યું કે, "અભિષેક નાયરને મુખ્ય કોચ તરીકે લાવવા એ યુપી વોરિયર્સ માટે એક સ્વાભાવિક અને રોમાંચક પગલું લાગે છે. જ્યારે અભિષેક જેવા કોઈ ખેલાડી ઉપલબ્ધ થયા, ત્યારે તે કોઈ મુશ્કેલીભર્યું કામ નહોતું. ભારતીય ક્રિકેટમાં બહુ ઓછા લોકો પાસે ખેલાડીઓને તૈયાર કરવા અને વિજયી કલ્ચર આકાર આપવાનો આટલો ઊંડો અનુભવ છે."
નાયરે પહેલાં ક્યારેય મહિલા ટીમને કોચિંગ આપ્યું નથી, પરંતુ ઓગસ્ટ 2023માં યુપી વોરિયર્સ સાથે એક અઠવાડિયા લાંબો કેમ્પ કર્યો હતો. તેમણે અનેક ભારતીય આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ખેલાડીઓ સાથે વ્યક્તિગત રીતે પણ કામ કર્યું છે.
ગૌતમ ગંભીરનો સહાયક રહી ચૂક્યો છે2024ના ટી20 વર્લ્ડ કપ પછી, ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યો. તેના થોડા સમય પછી, અભિષેક નાયરને ટીમ ઈન્ડિયામાં સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. ગૌતમ ગંભીરના સહાયક કોચ તરીકે તેમણે એક વર્ષ પણ પૂર્ણ કર્યું ન હતું ત્યારે એપ્રિલ 2024માં તેમને સહાયક કોચ પદ પરથી હાંકી કાઢવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, નાયરને હટાવવા પાછળ ઘણા કારણો હતા. પ્રથમ, ભારતીય ટેસ્ટ ટીમ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે ખરાબ પ્રદર્શન કરીને શ્રેણી હારી ગઈ હતી. એવું પણ અનુમાન કરવામાં આવ્યું હતું કે તેમનો કોઈ સિનિયર ખેલાડી સાથે ઝઘડો થયો હતો.