અભિષેક શર્માએ યુવરાજ સિંહનો T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ તોડ્યો છે. તેણે 33 ઇનિંગ્સમાં 81 છગ્ગા ફટકારીને આ સિદ્ધિ મેળવી છે.
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
નાગપુરમાં કિવી બોલરો તબાહ: માત્ર 35 બોલમાં 84 રન ફટકારીને અભિષેકે ઈતિહાસ રચ્યો; યુવીના 74 છગ્ગાનો રેકોર્ડ તોડ્યો, હવે કેએલ રાહુલ નિશાના પર.

Abhishek Sharma Sixes Record: નાગપુરના મેદાનમાં આજે ભારતીય ક્રિકેટના રાઈઝિંગ સ્ટાર અને યુવા ડાબોડી બેટ્સમેન અભિષેક શર્મા (Abhishek Sharma) નું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી પ્રથમ T20 મેચમાં અભિષેકે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવીને કિવી બોલરોને ઘૂંટણિયે પાડી દીધા હતા. પોતાની વિસ્ફોટક ઈનિંગ દરમિયાન અભિષેકે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેણે પોતાના જ મેન્ટર અને સિક્સર કિંગ ગણાતા યુવરાજ સિંહ (Yuvraj Singh) ના ઓલટાઈમ T20 રેકોર્ડને તોડી નાખ્યો છે. માત્ર 22 બોલમાં જ તોફાની અંદાજમાં રમતા તેણે સ્ટેડિયમમાં 6,6,6,6,4,4... ની આતશબાજી કરી હતી.
ગુરુ કરતાં શિષ્ય સવાયો: યુવીનો રેકોર્ડ તૂટ્યો
અભિષેક શર્માએ ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાની યાદીમાં યુવરાજ સિંહને પાછળ છોડી દીધો છે. આંકડા પર નજર કરીએ તો, યુવરાજ સિંહે તેની કારકિર્દીની 51 ઇનિંગ્સમાં કુલ 74 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે અભિષેકે આ સિદ્ધિ ખૂબ જ ઓછા સમયમાં મેળવી લીધી છે. અભિષેકે માત્ર 33 ઇનિંગ્સમાં જ યુવીનો રેકોર્ડ તોડીને 81 છગ્ગાનો આંકડો પાર કરી લીધો છે. આમ, તેણે 18 ઇનિંગ્સ પહેલા જ પોતાના ગુરુને પછાડીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
સદી ચૂક્યો પણ દિલ જીતી લીધા
નાગપુર T20 માં અભિષેક શર્મા ભલે પોતાની સદીથી વંચિત રહી ગયો, પરંતુ તેની ઈનિંગ યાદગાર રહી હતી. તેણે માત્ર 35 બોલનો સામનો કરીને 84 રન ખડકી દીધા હતા. આ તોફાની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગા (Sixes) સામેલ હતા. તે સદીથી માત્ર 16 રન દૂર હતો ત્યારે આઉટ થયો, જેના કારણે મેદાન છોડતી વખતે તેના ચહેરા પર સ્પષ્ટ નિરાશા જોવા મળતી હતી.
હવે કેએલ રાહુલ નિશાના પર
આ રેકોર્ડ સાથે અભિષેક શર્મા હવે ભારત માટે T20I માં સૌથી વધુ છગ્ગા મારનારા ખેલાડીઓની યાદીમાં છઠ્ઠા સ્થાને (6th Position) પહોંચી ગયો છે. હવે તેનું આગામી લક્ષ્ય કેએલ રાહુલ (KL Rahul) નો રેકોર્ડ તોડવાનું છે, જે 99 છગ્ગા સાથે પાંચમા સ્થાને છે.
ભારત માટે T20I માં સૌથી વધુ છગ્ગા (Most Sixes):
રોહિત શર્મા: 205 છગ્ગા (151 ઇનિંગ્સ)
સૂર્યકુમાર યાદવ: 156 છગ્ગા (94 ઇનિંગ્સ)
વિરાટ કોહલી: 124 છગ્ગા (117 ઇનિંગ્સ)
હાર્દિક પંડ્યા: 106 છગ્ગા (98 ઇનિંગ્સ)
કેએલ રાહુલ: 99 છગ્ગા (68 ઇનિંગ્સ)
અભિષેક શર્મા: 81 છગ્ગા (33 ઇનિંગ્સ)
યુવરાજ સિંહ: 74 છગ્ગા (51 ઇનિંગ્સ)
આગામી T20 World Cup 2026 માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનાર અભિષેક શર્માનું આ ફોર્મ ભારત માટે શુભ સંકેત સમાન છે.
Frequently Asked Questions
અભિષેક શર્માએ T20 ઈન્ટરનેશનલમાં કયો રેકોર્ડ તોડ્યો છે?
યુવરાજ સિંહના T20 ઈન્ટરનેશનલ રેકોર્ડ શું હતો?
યુવરાજ સિંહે તેની T20 ઈન્ટરનેશનલ કારકિર્દીમાં 51 ઇનિંગ્સમાં કુલ 74 છગ્ગા ફટકાર્યા હતા.
અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં કેટલા રન બનાવ્યા?
અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં 35 બોલમાં 84 રનની તોફાની ઈનિંગ રમી હતી, જેમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે.
T20I માં સૌથી વધુ છગ્ગા મારવાના રેકોર્ડમાં અભિષેક શર્મા કયા સ્થાને છે?
આ રેકોર્ડ સાથે અભિષેક શર્મા ભારત માટે T20I માં સૌથી વધુ છગ્ગા મારનારા ખેલાડીઓની યાદીમાં 81 છગ્ગા સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.




















