ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. અભિષેક શર્મા સિવાય ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું. ભારતીય ટીમનો દાવ 18.5 ઓવરમાં ફક્ત 125 રન સુધી સીમિત રહ્યો. અભિષેક શર્માએ ટીમ ઈન્ડિયાના દાવમાં ફક્ત 37 બોલનો સામનો કરીને 68 રન બનાવ્યા. આ શાનદાર ઈનિંગ દરમિયાન, અભિષેકે 8 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા. જેનાથી પાકિસ્તાની વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ રિઝવાનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

Continues below advertisement

અભિષેક શર્મા એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા મારનાર ઓપનિંગ બેટ્સમેન

અભિષેક શર્માએ તેના T20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું ત્યારથી તેનું સતત શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું  છે. જ્યારે અભિષેક શર્માએ ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન T20 આંતરરાષ્ટ્રીયમાં તેની ઇનિંગ દરમિયાન બીજી સિક્સર ફટકારી ત્યારે આ સાથે જ તે ઓપનિંગ બેટ્સમેન તરીકે એક વર્ષમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ઓપનિંગ બેટ્સમેન બન્યો. અભિષેકે પાકિસ્તાની વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ રિઝવાનના રેકોર્ડને તોડી નાખ્યો હતો.  જેણે 2021 માં T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે 42 છગ્ગા ફટકાર્યા હતા. અભિષેકે હવે આ યાદીમાં મોહમ્મદ રિઝવાનને પાછળ છોડી દીધો છે, તેણે 2025 માં કુલ 43 છગ્ગા ફટકાર્યા છે.

Continues below advertisement

એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા મારનારા ઓપનિંગ બેટ્સમેન 

અભિષેક શર્મા (ભારત) - 43 છગ્ગા, 2025મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન) - 42 છગ્ગા, 2021માર્ટિન ગુપ્ટિલ (ન્યુઝીલેન્ડ) - 41 છગ્ગા, 2021એવિન લુઇસ (વેસ્ટ ઈન્ડિઝ) - 37 છગ્ગા, 2021કોલિન મુનરો (ન્યુઝીલેન્ડ) - 35 છગ્ગા, 2018

એક હજાર રન સુધી પહોંચવાથી માત્ર 64 રન દૂર

અત્યાર સુધી, અભિષેક શર્માએ કુલ 26 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં 25 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે. આ સમયગાળા દરમિયાન, અભિષેકે 37.44 ની સરેરાશથી કુલ 936  રન બનાવ્યા છે, જેમાં બે સદી અને છ અડધી સદીનો સમાવેશ થાય છે. અભિષેકને તેના 1000 રનનો આંકડો પૂર્ણ કરવા માટે ફક્ત 64  રનની જરૂર છે અને જો તે આગામી મેચમાં આમ કરવામાં સફળ થાય છે, તો તે ટી20  આંતરરાષ્ટ્રીય મેચોમાં 1000  રન પૂર્ણ કરનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડી બની જશે. 

આજની ટી20 મેચમાં પણ અભિષેક શર્માએ ખૂબ જ શાનદાર બેટિંગ કરી હતી. ભારતીય ટીમના ટોચના તમામ બેટ્સમેનો આજે ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં નિષ્ફળ ગયા હતા. અભિષેકે શાનદાર ઈનિંગ રમી હતી.