Abhishek Sharma Big Records in Wankhede: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની T20 ઈન્ટરનેશનલ મેચમાં અભિષેક શર્માએ તેની સૌથી યાદગાર ઈનિંગ્સ રમી હતી. 24 વર્ષના અભિષેક શર્માએ T20 ઈન્ટરનેશનલ કરિયરની બીજી સદી પૂરી કરી અને માત્ર 50 બોલમાં 135 રન બનાવ્યા. તેણે શરૂઆતથી જ તોફાની બેટિંગ કરી અને મેદાનની ચારે બાજુ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા. માત્ર 37 બોલમાં પોતાની સદી પૂરી કરીને તે આ ફોર્મેટમાં રોહિત શર્મા પછી ભારતનો બીજો સૌથી ઝડપી સદી ફટકારનારો ખેલાડી બન્યો. અભિષેકે આ ઇનિંગ સાથે 5 મોટા રેકોર્ડ તોડ્યા છે.
ટી20 સિરીઝની છેલ્લી મેચમાં અભિષેક શર્માએ ઈંગ્લેન્ડના બોલરોને રાહતનો શ્વાસ લેવાની તક આપી ન હતી. ઇનિંગ્સની શરૂઆતથી જ આક્રમક રીતે રમતા તેણે પહેલા 17 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને પછી 37 બોલમાં સદી પણ ફટકારી. ઓપનિંગ કરવા આવેલા આ યુવા બેટ્સમેને 18મી ઓવર સુધી બેટિંગ કરી અને આઉટ થતા પહેલા 13 સિક્સ અને 7 ફોર ફટકારી હતી. માત્ર 54 બોલનો સામનો કરીને અભિષેકે 135 રન ઉમેર્યા હતા. અભિષેકની વિસ્ફોટક ઇનિંગ્સે વાનખેડેમાં હાજર ચાહકોને દંગ કરી દિધા હતા.
T20 ઇન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર
135 રન - અભિષેક શર્મા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, વાનખેડે 2025126* રન - શુભમન ગિલ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, અમદાવાદ 2023123* રન - રૂતુરાજ ગાયકવાડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ગુવાહાટી 2023122* રન - વિરાટ કોહલી વિરુદ્ધ અફઘાનિસ્તાન, દુબઈ 2022121* રન - રોહિત શર્મા વિરુદ્ધ અફઘાનિસ્તાન, બેંગલુરુ 2024
T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા
13 - અભિષેક શર્મા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, વાનખેડે 202510 - રોહિત શર્મા વિરુદ્ધ શ્રીલંકા, ઈન્દોર 201710 - સંજુ સેમસન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ડરબન 202410 - તિલક વર્મા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, 2024
T20 ઇન્ટરનેશનલમાં ફુલ મેમ્બર ટીમો સામે સૌથી ઝડપી સદી (બોલની દ્રષ્ટિએ)
35 બોલ - ડેવિડ મિલર વિરુદ્ધ બાંગ્લાદેશ 201735 બોલ - રોહિત શર્મા વિરુદ્ધ શ્રીલંકા ઈન્દોર 201737 બોલ - અભિષેક શર્મા વિરુદ્ધ ઈંગ્લેન્ડ વાનખેડે 202539 બોલ - જ્હોન્સન ચાર્લ્સ વિરુદ્ધ સાઉથ આફ્રીકા સેન્ચ્યુરિયન્સ 202340 બોલ - સંજુ સેમસન વિરુદ્ધ બાંગ્લાદેશ હૈદરાબાદ 2024
પાવરપ્લેમાં અભિષેક શર્માએ બનાવેલા 58 રન એ ભારતીય બેટ્સમેન દ્વારા ટી20 મેચના પાવરપ્લેમાં બનાવેલા સૌથી વધુ રન છે. આ કિસ્સામાં, તેણે 2023માં ત્રિવેન્દ્રમમાં ઓસ્ટ્રેલિયા સામે યશસ્વી જયસ્વાલે બનાવેલા 53 રનને પાછળ છોડી દીધા.
ભારત માટે સૌથી ઝડપી T20I અડધી સદી (બોલ દ્વારા)
12 બોલ - યુવરાજ સિંહ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ડરબન 200717 બોલ - અભિષેક શર્મા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, વાનખેડે 202518 બોલ - કેએલ રાહુલ વિરુદ્ધ સ્કોટલેન્ડ, દુબઈ 202118 બોલ - સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ગુવાહાટી 2022
