7 Six in one Over:  એક ઓવરમાં 7 સિક્સ ફટકારવી ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ અફઘાનિસ્તાન તરફથી આવતા 21 વર્ષીય બેટ્સમેન સદીકુલ્લાહ અટલે આ કમાલ કરી બતાવી છે. કાબુલ પ્રીમિયર લીગમાં બેટથી તબાહી મચાવતા સદીકુલ્લાહ અટલે એક ઓવરમાં 7 સિક્સર ફટકારી અને ટીમ ઈન્ડિયાના સિક્સર કિંગ યુવરાજ સિંહનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.  યુવરાજે વર્ષ 2007માં ઈંગ્લેન્ડ સામેની ઈન્ટરનેશનલ મેચમાં 1 ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી.  સદીકુલ્લાહ  અટલે સ્થાનિક T20 લીગમાં 7 છગ્ગા ફટકારીને તેને પાછળ છોડી દીધો. એક જ ઓવરમાં કુલ 48 રન બનાવ્યા હતા. 

  



કાબુલ પ્રીમિયર લીગમાં કર્યો કમાલ 


ખરેખર, આ દિવસોમાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં 'કાબુલ પ્રીમિયર લીગ' ચાલી રહી છે. અટલ શાહીન આ ટી20 લીગમાં હંટર્સ ટીમ તરફથી રમી રહ્યો છે. 29 જુલાઈના રોજ તેણે અબાસીન ડિફેન્ડર્સ ટીમ સામે બોલર અમીર જઝઈની એક ઓવરમાં 7 છગ્ગા ફટકાર્યા હતા. બોલરનો એક-એક બોલ બેટ્સમેને બાઉન્ડ્રી પાર મોકલ્યો હતો.






એક ઓવરમાં 48 રન ફટકાર્યા 


જે ઓવરમાં સદીકુલ્લા અટલે 7 સિક્સ ફટકારી હતી. જેમાં તેણે કુલ 48 રન બનાવ્યા હતા. આ ઓવરમાં કુલ 7 સિક્સર ફટકારવામાં આવી હતી. પ્રથમ બોલ પર સિક્સર ફટકારવામાં આવી હતી અને તે નો બોલ હતો આના પર 7 રન મળ્યા. ત્યારબાદ એક બોલ વાઈડ થઈને બાઉન્ડ્રીમાં ગયો. જેના પર 5 રન બનાવ્યા હતા. આ રીતે એક ઓવરમાં કુલ 48 રન થયા.


જે ઓવરમાં 7 સિક્સ ફટકારવામાં આવી હતી તે આ રીતે 


પ્રથમ બોલ - નો બોલ - 6 રન (કુલ 7 રન)
પ્રથમ બોલ - વાઈડ - 4 રન (કુલ 5 રન)
પ્રથમ બોલ - 6 રન
બીજો બોલ - 6 રન
ત્રીજો બોલ - 6 રન
ચોથો બોલ - 6 રન
પાંચમો બોલ - 6 રન
છઠ્ઠો બોલ - 6 રન