IND A vs AFG A Full Highlights: ટ્રાય સિરીઝની બીજી મેચમાં ઇન્ડિયા-A ને અફઘાનિસ્તાન-A સામે DLS (ડકવર્થ લુઈસ સ્ટર્ન) નિયમ અંતર્ગત 04 રનથી હારનો સામનો કરવો પડ્યો. વરસાદના કારણે મુકાબલો પૂરો ન થઈ શક્યો અને અફઘાનિસ્તાનને આનો ફાયદો મળ્યો. વરસાદ આવ્યો ત્યાં સુધીમાં અફઘાનિસ્તાન DLS સ્કોરમાં આગળ પહોંચી ગયું હતું, જેના કારણે જ્યારે મેચ આગળ ન વધી શકી તો અફઘાનિસ્તાનને જીત મળી ગઈ. સિરીઝની પ્રથમ મેચમાં ફ્લોપ રહેનારા વૈભવ સૂર્યવંશીએ આ મેચમાં કમાલની બેટિંગ કરી હતી, પરંતુ તેમની ઇનિંગ એળે ગઈ.

 

અફઘાનિસ્તાને મેચમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. બેટિંગ માટે ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 49 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 349 રન બોર્ડ પર લગાવ્યા. મેચમાં કેટલીય વાર વરસાદે ખલેલ પહોંચાડી. પ્રથમ ઇનિંગ દરમિયાન વરસાદ આવ્યો, જેથી મુકાબલો 49-49 ઓવરનો કરવામાં આવ્યો. ભારત માટે ઓપનિંગમાં આવેલા પ્રભસિમરન સિંહે સૌથી મોટી ઇનિંગ રમતા 69 બોલમાં 14 ચોગ્ગાની મદદથી 84 રન સ્કોર કર્યા.

આ પણ વાંચો....FIFA World Cup Live Streaming: ભારતમાં ફ્રીમાં કઇ રીતે જોઇ શકશો વર્લ્ડકપની મેચ, જાણો લાઇવ સ્ટ્રીમિંગની તમામ ડિટેલ્સ

આ સિવાય ઋતુરાજ ગાયકવાડ અને કેપ્ટન તિલક વર્માએ અર્ધસદીની ઇનિંગ્સ રમતા 66-66 રન બનાવ્યા. વળી ઓપનિંગમાં ઉતરેલા વૈભવ સૂર્યવંશીએ 22 બોલમાં 9 ચોગ્ગા લગાવીને 44 રન સ્કોર કર્યા. આ દરમિયાન અફઘાનિસ્તાન માટે અબ્દુલ્લા અહમદઝઈએ સૌથી વધુ 5 વિકેટ ઝડપી. બાકી ફરમાનુલ્લાહ સાફીએ 3 અને કેપ્ટન ઇમરાન મીરે 1 વિકેટ પોતાના ખાતામાં નાખી.

 

વરસાદે અફઘાનિસ્તાનને પહોંચાડ્યો ફાયદો

ચેઝ કરવા માટે મેદાન પર ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે 25.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 177 રન બનાવી લીધા હતા. ટીમ માટે કેપ્ટન ઇમરાન મીર 70 બોલમાં 6 ચોગ્ગા અને 2 સિક્સ લગાવીને 75 રન પર રમી રહ્યો હતો. બાહિર શાહ તેમનો સાથ નિભાવતા 52 બોલમાં 5 ચોગ્ગા લગાવીને 51 રન પર પહોંચી ગયો હતો. આ પછી વરસાદ શરૂ થઈ ગયો. અહીં અફઘાનિસ્તાન DLS નિયમ મુજબ આગળ હતું. વરસાદ ન રોકાવવાના કારણે મેચ પૂરી ન થઈ શકી અને અફઘાનિસ્તાનને જીત મળી ગઈ. આ દરમિયાન ભારત માટે અર્શદ ખાન અને અનુકૂલ રોયે 1-1 વિકેટ પોતાના નામે કરી.