Afghanistan Spinner Rashid Khan Wedding:  અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને લગ્ન કરી લીધા છે. રાશિદે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં લગ્ન કર્યા હતા. અફઘાન સ્પિનરના લગ્ન પશ્તુન રીતિ-રિવાજ મુજબ થયા હતા. વાયરલ થયેલી તસવીરો અનુસાર રાશિદના લગ્ન 3 ઓક્ટોબર, ગુરુવારે થયા હતા. તેના લગ્નમાં અફઘાનિસ્તાનના તમામ ક્રિકેટરોએ હાજરી આપી હતી. રાશિદના લગ્નની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.


 






રિપોર્ટ્સ અનુસાર રાશિદની સાથે તેના ત્રણ ભાઈઓએ પણ લગ્ન કર્યા છે. જો જોવામાં આવે તો તેણે લગ્ન કરીને એક મોટું વચન તોડ્યું હતું. વાસ્તવમાં, થોડા વર્ષો પહેલા રાશિદે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અફઘાનિસ્તાન ટીમ વર્લ્ડ કપ જીત્યા બાદ તે લગ્ન કરશે. જો કે, નોંધનીય છે કે 2024 માં, અફઘાનિસ્તાન પ્રથમ વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચ્યું હતું.


 






લગ્નમાં અફઘાનિસ્તાનના ઘણા ક્રિકેટરોએ હાજરી આપી હતી


રાશિદના લગ્નમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ તરફથી રમતા તેના તમામ સાથી ક્રિકેટરોએ હાજરી આપી હતી. આ લગ્નમાં ટીમનો અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ નબી જોવા મળ્યો હતો. આ સિવાય ઓલરાઉન્ડર અઝમતુલ્લા ઓમરઝાઈ પણ જોવા મળ્યો હતો. રાશિદના લગ્નમાં નજીબુલ્લાહ ઝદરાન, રહેમત શાહ અને મુજીબ ઉર રહેમાન સહિત અન્ય ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ નસીબ ખાન પણ રાશિદના લગ્નમાં સામેલ થયા હતા.


 






રાશિદની કપ્તાનીમાં ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી


રાશિદ ખાન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2024માં અફઘાનિસ્તાનની કમાન સંભાળતો જોવા મળ્યો હતો. આ પહેલીવાર હતું જ્યારે અફઘાનિસ્તાનની ટીમ કોઈપણ ICC ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પ્રવેશી હોય. અનુભવી રાશિદની કેપ્ટનશીપ ટીમ માટે અત્યાર સુધી ઘણી લકી સાબિત થઈ છે.


 






 






આ પણ વાંચો...


Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે