Temba Bavuma in Sunrisers Eastern Cape: દક્ષિણ આફ્રિકાની ટી20 અને વનડે ટીમના કેપ્ટન તેમ્બા બવુમા (Temba Bavuma) છેલ્લા કેટલાય સમયથી બેટિંગમાં કંઇ ખાસ નથી કરી શક્યો. આ કારણે તેને દક્ષિણ આફ્રિકામાં રમાઇ રહેલી ટી20 ફ્રેન્ચાઇઝી લીગ (SA20) માટે તેના પર કોઇપણ ટીમે દાંવ ન હતો લગાવ્યો, ગયા વર્ષે આ લીગ માટે તે અનસૉલ્ડ રહ્યો હતો, જોકે, હવે ઇંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરીઝમાં ધમાકેદાર પ્રદર્શનના કારણે તેને SA20 ની ટિકીટ મળી ગઇ છે.
સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપે તેમ્બા બવુમાને પોતાની સ્ક્વૉડમાં સામેલ કરી લીધો છે. ફ્રેન્ચાઇઝીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ફ્રેન્ચાઇઝીએ બતાવ્યુ કે, તેમ્બા બવુમા હવે આ લીગની બચેલી મેચોમાં સ્ક્વૉડમાં રહેશે. ઉલ્લેખનીય છે કે SA20 માં હવે ગણતરીની મેચો જ બાકી બચી છે. 11 ફેબ્રુઆરીએ આ લીગની ફાઇનલ મેચ રમાશે.
તેમ્બા બવુમાએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલુ વનડે સીરીઝમાં લાજવાબ પ્રદર્શન કર્યુ હતુ, તેને ત્રણ મેચોની વનડે સીરીઝમાં 180 રન બનાવ્યા હતા, આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 100 થી વધુની રહી હતી. ઇંગ્લેન્ડ વિરુદ્ધ બીજી વનડેમાં તેને શાનદાર સદી ફટકારી હતી. આ સદીની મદદથી આફ્રિકન ટીમે સીરીઝમાં અજેય લીડ મેળવી હતી. એક કેપ્ટન તરીકે તેમ્બા બવુમા આ સીરીઝમાં સફળ રહ્યો હતો. તેને દક્ષિણ આફ્રિકાને અહીં 2-1થી સીરીઝમાં જીત અપાવી હતી.
પૉઇન્ટ ટેબલમાં બીજા નંપર પર છે સનરાઇઝર્સ -
સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ હાલમાં SA20 પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે, આવામાં તેના નૉકઆઉટ સ્ટેજમાં પહોંચવાના પુરેપુરા ચાન્સ છે. સનરાઇઝર્સની પાસે 8 મેચોમાં 17 પૉઇન્ટ છે, અહીં પહેલા નંબર પર પ્રીટૉરિયા કેપિટલ્સ છે, કેપિટલ્સ માત્ર 7 મેચોમાં 23 પૉઇન્ટ હાંસલ કરી ચૂકી છે.