Rohit Sharma And Virat Kohli: ODI વર્લ્ડ કપ 2023ની પહેલી જ મેચમાં ભારતીય ટીમના નામે એક ખૂબ જ શરમજનક રેકોર્ડ નોંધાયો છે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી મેચમાં બંને ભારતીય ઓપનર ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયા હતા. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડે ભારતીય ઓપનરો પર કહેર વર્તાવ્યો હતો. વર્લ્ડકપમાં 40 વર્ષ પછી આવું બન્યું છે જ્યારે ભારતના બંને ઓપનિંગ બેટ્સમેન શૂન્ય પર આઉટ થયા હતા. આ પહેલા 1983ના વર્લ્ડ કપમાં આવું બન્યું હતું.


આજની મેચમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઈશાન કિશન ભારત માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. ઇશાન કિશન ઇનિંગની પહેલી જ ઓવરમાં મિશેલ સ્ટાર્કની બોલ પર ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. સ્લિપમાં ઉભેલા કેમેરુન ગ્રીને ઈશાનનો કેચ પકડ્યો હતો. આ પછી ઈનિંગની બીજી ઓવરમાં રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના જોશ હેઝલવુડનો શિકાર બન્યો હતો. હેઝલવુડે ઓવરના ત્રીજા બોલ પર ભારતીય કેપ્ટનને LBW દ્વારા પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. 5 બોલ રમ્યા બાદ રોહિત શર્મા છઠ્ઠા બોલ પર આઉટ થયો હતો.


જ્યારે આ પહેલા 1983ના વર્લ્ડ કપમાં ભારતીય ઓપનર ઝિમ્બાબ્વે સામેની મેચમાં ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા. ઝિમ્બાબ્વે સામેની મેચમાં ભારત તરફથી સુનીલ ગાવસ્કર અને  શ્રીકાંત ઓપનિંગ કરવા આવ્યા હતા. ગાવસ્કર બીજા બોલ પર ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા અને શ્રીકાંત 13માં બોલ પર શૂન્યના સ્કોર સાથે પેવેલિયન પરત ફર્યા હતા.


વર્લ્ડ કપમાં બંને ભારતીય ઓપનર શૂન્ય પર આઉટ થયા હતા


1983ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે - ટનબ્રિજ
2023 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે - ચેન્નાઈ


પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયાનો દાવ નબળો રહ્યો હતો


મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ટીમ 49.3 ઓવરમાં 199 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.  ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય કુલદીપ યાદવ અને જસપ્રિત બુમરાહે બે-બે વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિનને એક-એક સફળતા મળી હતી.