India vs Australia:બ્રિસ્બેનમાં ગોબામાં રમાયેલ  બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ભારતે  ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટથી હરાવી દીધું. આ સાથે ભારતીય ટીમે ચાર મેચની આ સીરિઝ 2-1થી પોતાને નામ કરી લીધી છે.


ભારતે બ્રિસ્બેન ખાતે ચાર ટેસ્ટ સીરિઝની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવી 328 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે. આ સાથે જ ટીમ ઇન્ડિયા શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી છે. આ જીત સાથએ ભારતે પહેલીવાર સતત ત્રીજી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી છે

. 2016-17માં ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. જ્યારે 2018-19માં ઓસ્ટ્રેલિયાને તેના ઘરે જ 2-1થી માત આપી હતી નોંધનિય  છે કે . ભારત અગાઉ ક્યારેય બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સતત 3 સીરિઝ જીત્યું નથી.

ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચની વાત કરીએ.  ઓસ્ટ્રેલિયા 32 વર્ષ ગાબામાં ટેસ્ટ મેચ હાર્યું છે. આ પહેલાં તેઓ 1988માં વેસ્ટ ઇન્ડિઝ સામે હાર્યા હતા. તે પછી  24 ટેસ્ટથી જીત્યા હતા. તેમજ આ બ્રિસ્બેનમાં સૌથી સફળ રનચેઝ છે. આ પહેલાં સૌથી સફળ રનચેઝનો રેકોર્ડ અહીં ઓસ્ટ્રેલિયાના નામે હતો, તેમણે 1951માં વિન્ડીઝ વિરુદ્ધ 236 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.