IPL 2020: સુરેશ રૈનાએ આઈપીએલ 2020માં ભાગ નથી લીધો. વ્યક્તિગત કારણોસર તેણે પોતાનું નામ પરત ખેંચી લીધુ હતું. એટલું જ નહીં પંજાબમાં રૈનાના પરિવારજનોની હત્યા પણ થઈ હતી, ત્યાર બાદ સીએસકેના દિગ્ગજ ખેલાડીએ પોતાનું નામ પરત ખેંચ્યું હતું. હવે જ્યારે આઈપીએલમાં સીએસકેનું પરફોર્મન્સ ખરાબ રહ્યું અને પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે ત્યારે રૈના મુંબઈમાં કપિલ શર્મના શોના શૂટિંગ માટે પહોંચ્યા છે.

શાઝિયા ઇલ્મીએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી જેમાં તે અને રૈના પ્લેનમાં બેસેલા જોવા મળી રહ્યા છે. શાઝિયાએ પોતાના ટ્વીટમાં એ પણ ખુલાસો કર્યો કે રૈના મુંબઈ કપિલ શર્મા શોમાં જોડાવવા માટે જઈ રહ્યો છે.

જણાવીએ કે, રૈના ન હોવાને કારણે આ વર્ષે આઇપીએલમાં ચેન્નઈની ટીમનું પરફોર્મન્સ ખૂબ જ ખરાબ રહ્યું છે. સીએસકે અત્યાર સુધીમાં 12માંથી 4 મેચ જ જીતી શકી છે. આ જ કારણ છે કે ચેન્નઈ પ્લેઓફની રેસમાંથી ફેંકાઈ ગઈ છે. આઈપીએલની ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે, સીએસકે પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ હોય.




સુરેશ રૈના આઇપીએલમાં સૌથી વધારે રન બનાવનાર બીજો બેટ્સમેન છે. રૈના આઇપીએલમાં ફીલ્ડિંગ કરતાં સૌથી વધારે કેચ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સીએસકે ફેન્સ પણ રૈનાને આ સીઝનમાં ખૂબ જમીસ કરતા જોવા મળ્યા છે.