22 વર્ષીય ભારતીય બેટ્સમેન અમન રાવે (Aman Rao)  સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવીને ઇતિહાસ રચ્યો છે. તેલંગણા ટી20 લીગમાં અમન આ સિદ્ધિ મેળવી હતી. વારંગલ વોરિયર્સના કેપ્ટન અમને શાનદાર બેટિંગ કરતા 32 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે અમન ઘરેલુ ટી20 લીગમાં સૌથી ઝડપી સદી ફટકારનાર  બેટ્સમેન બન્યો છે. 2026ની આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સનો ભાગ બનનારા અમન મેડક ફાલ્કન્સ સામેની મેચમાં 13 છગ્ગા અને 12 ચોગ્ગાની મદદથી 142 રન બનાવીને સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો. તેનો સ્ટ્રાઈક રેટ 295 હતો.

Continues below advertisement

રાજસ્થાન ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પર અમનની વિસ્ફોટક ઇનિંગ્સ વિશે માહિતી શેર કરી હતી. ફ્રેન્ચાઈઝીએ અમનના સૌથી ઝડપી રેકોર્ડની જાણકારી આપી હતી. અમનની આ ઇનિંગ્સ ખરેખર પ્રશંસનીય છે.

Continues below advertisement

રાજસ્થાન રોયલ્સમાં તક મળી ન હતી

રાજસ્થાને 2026ની આઈપીએલ માટે અમનને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, તેને ફ્રેન્ચાઇઝી સાથે IPL ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. આ ઇનિંગને જોતાં અમનને આગામી સીઝનમાં રમવાની તક મળી શકે છે. આ ઇનિંગ અમન માટે કેટલા રસ્તા ખોલે છે તે જોવું રસપ્રદ રહેશે.

અમન રાવની કારકિર્દી

હૈદરાબાદ માટે ઘરેલુ ક્રિકેટ રમનારા અમન અત્યાર સુધીમાં બે ટેસ્ટ, ચાર લિસ્ટ A મેચ અને 11 T20 મેચ રમ્યો છે. ત્રણ ઘરેલુ ઇનિંગમાં તેણે 72 રન બનાવ્યા છે જેનો ઉચ્ચ સ્કોર 52 છે. ચાર લિસ્ટ A ઇનિંગમાં અમને 312 રન બનાવ્યા છે જેમાં એક બેવડી સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 200 રન હતો. બાકીની 11 T20 ઇનિંગમાં બેટિંગ કરતા હૈદરાબાદના બેટ્સમેને 33.44 ની સરેરાશ અને 162.70ના સ્ટ્રાઇક રેટથી 301 રન બનાવ્યા છે. તેણે 67* ના ઉચ્ચ સ્કોર સાથે બે અડધી સદી ફટકારી છે.