મુંબઇઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 સિઝન આગામી 19 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે. કોરોનાના પ્રકોપના કારણે આ વખતે આઇપીએલ ટૂર્નામેન્ટ ભારતમાં નહીં પરંતુ યુએઇમાં રમાઇ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે યુએઇાની પીચો ભારતના જેવી જ હશે, અને ત્યાં ગરમી વધુ હોવાના કારણે 13મી સિઝનમાં સ્પિનરો કમાલ કરી શકે છે. આ બધાને ધ્યાનમાં રાખીએ તો આ વખતની આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સના સ્ટાર સ્પિનર અમિત મિશ્રા પાસે આઇપીએલના ઇતિહાસનો સૌથી સફળ બૉલર બનવાનો મોકો છે.


એબીપી ન્યૂઝે અમિત મિશ્રા સાથે ખાસ વાતચીત કરી છે, અને તેની પાસેથી યુએઇની પિચો વિશે જાણવાનો પ્રયાસ કર્યો છે. અમિત મિશ્રાએ આનો જવાબ આપતા કહ્યુ કે પહેલા મેચ શરૂ થવા દો, પીચની સ્થિતિ ત્યારપછી જ ખબર પડશે. હાલ કંઇક જ ના કહી શકાય કે પીચ બેટ્સમેનોને મદદ કરશે કે બૉલરોને.



ભારતીય ટીમ તરફથી રમી ચૂકેલા લેગ સ્પિનરની પાસે આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા બૉલર બનવાનો મોકો છે. અમિત મિશ્રા આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા બૉલરના લિસ્ટમાં બીજા નંબર પર છે.

અમિત મિશ્રાએ 147 મેચોમાં 157 વિકેટ ઝડપી છે, જો અમિત મિશ્રા 14 વિકેટ વધુ લઇ લે છે, તો તે મલિંગાનો 170 વિકેટનો રેકોર્ડ તોડીને આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનારો બૉલર બની જશે. જોકે આ રસ્તો આસાન નથી કેમકે મલિંગા પણ આ વખતે વધુ વિકેટો ઝડપી શકે છે.



અમિત મિશ્રાએ પોતાની ટીમ દિલ્હી કેપિટલ અંગે વાત કરી, તેને કહ્યું કે, અમારી ટીમના ખેલાડીઓનુ તાલમેલ ખુબ સારુ છે, અમે સારુ કરવાની તૈયારીઓ કરી છે. તમામ ખેલાડીઓ પ્રૉટૉકોલને ફોલો કરે છે. આ વખતે આઇપીએલની દરેક ટીમમાં મેચ વિનર ખેલાડી છે, અમારી દિલ્હી કેપિટલ્સમાં પણ મેચ વિનર છે, અને આ વખતની ટીમ બહુ સારી છે.



કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ