અનુષ્કા શર્માએ ભારતના કયા ક્રિકેટરની મંગેતર સાથે તસવીર શેર કરીને બેબી બમ્પ ફ્લૉન્ટ કર્યો, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Oct 2020 12:20 PM (IST)
બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી તસવીરમાં અનુષ્કાની સાથે આરસીબીના સ્પિનર યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનાશ્રી વર્મા પણ છે. આ તસવીર ધનાશ્રીએ સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરી છે
નવી દિલ્હીઃ આઇપીએલમાં હાલ ભારત સહિત ક્રિકેટ જગતના સ્ટાર ક્રિકેટરો રમી રહ્યાં છે. કોરોનાના કારણે આઇપીએલ આ વખતે ભારતની જગ્યાએ યુએઇમાં રમાઇ રહી છે. આવામાં ક્રિકેટરોની પત્ની અને ગર્લફ્રેન્ડ પણ તેમની સાથે યુએઇમાં રોકાઇ છે, અને ખુબ મસ્તી કરી રહી છે. તાજેતરમાંજ સોશ્યલ મીડિયા પર રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્માની એક તસવીર વાયરલ થઇ રહી છે, જેમાં તે બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી તસવીરમાં અનુષ્કાની સાથે આરસીબીના સ્પિનર યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનાશ્રી વર્મા પણ છે. આ તસવીર ધનાશ્રીએ સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરી છે. આ તસવીરમાં અનુષ્કા શર્મા પોતાનો બેબી બમ્પ ફ્લૉન્ટ કરી રહી છે, અને તેના ચહેરા પર પ્રેગનન્સીનો ગ્લૉ પણ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો છે. ધનાશ્રીએ તસવીરના કેપ્શનમાં લખ્યું- હેપ્પી લોગ.... હું મારી પહેલી મેચમાંથી કેટલીક આનંદની પળો શેર કરી રહી છુ, ટીમને અભિનંદન... ઉલ્લેખનીય છે કે, આરસીબીની મેચ દરમિયાન સ્ટેડિયમમાં વિરાટની પત્ની અનુષ્કા શર્મા અને યુજવેન્દ્ર ચહલની પત્ની ધનાશ્રી વર્મા પોતાના પાર્ટનર્સને ચિયર કરવા પહોંચી હતી. અનુષ્કાએ ઓરેન્જ કલરની ફ્લૉરલ ડ્રેસ પહેર્યો હતો, વળી ધનાશ્રી સેલ્ફી ક્લિક કરતી દેખાઇ હતી.