Arijit Singh In Pre-Match Ceremony: આ વખતે ચાહકોને વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોવાનો મોકો મળ્યો નથી, પરંતુ હવે ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે ટકરાશે. ભારત-પાકિસ્તાન મેચ પહેલા ચાહકોને અરિજીત સિંહનું લાઈવ પરફોર્મન્સ જોવાનો મોકો મળી શકે છે. જોકે હજુ સુધી આ મુદ્દે કોઈ ઓફિશિયલ નિવેદન આવ્યું નથી.


ભારત-પાકિસ્તાન મેચના દિવસે થશે અરિજીત સિંહનો લાઇવ શૉ - 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત-પાકિસ્તાન મેચના દિવસે અમદાવાદમાં સચિન તેંડુલકર, રજનીકાંત અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજો હાજર રહેશે. આ ઉપરાંત BCCI સેક્રેટરી જય શાહના પિતા અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. જોકે આ સમયગાળા દરમિયાન રંગારંગ કાર્યક્રમો જોવા મળી શકે છે તેવું માનવામાં આવે છે. બૉલીવૂડના ફેમસ સિંગર અરિજીત સિંહ પોતાની ગાયકીથી ચકિત કરી દેશે. BCCI આ માટે ખાસ વ્યવસ્થા કરી રહ્યું છે.


અરિજીત સિંહનો પ્રૉગ્રામ ક્યારે થશે ?
દૈનિક જાગરણના અહેવાલ મુજબ અરિજીત સિંહનો કાર્યક્રમ ભારત-પાકિસ્તાન મેચના દિવસે બપોરે 12.30 વાગ્યે શરૂ થશે. વળી, ભારત અને પાકિસ્તાન વચ્ચે બપોરે 2 વાગ્યાથી મેચ રમાશે, પરંતુ ભારત-પાકિસ્તાન મેચ પહેલા ચાહકો અરિજિત સિંહના સિંગિંગનો આનંદ માણી શકશે. નોંધનીય છે કે, ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. પાકિસ્તાને અત્યાર સુધી નેધરલેન્ડ અને શ્રીલંકાને હરાવ્યું છે.


તાજેતરમાં એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને હતા. તે મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને મોટા અંતરથી હરાવ્યું હતું. વિરાટ કોહલી અને કેએલ રાહુલે ભારત માટે સદીનો આંકડો પાર કર્યો હતો.


શું પાકિસ્તાન સામે રમશે શુભમન ગિલ?


ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે યુવા બેટ્સમેન શુભમન ગિલ વિશે કેટલાક ખુલાસા કર્યા છે. તેણે પુષ્ટિ કરી છે કે શુભમન ગિલ બીમારીથી પીડિત છે, અને હજુ પણ ચેન્નાઈમાં રિકવરી સ્ટેજ પર છે. બેટિંગ કોચે એમ પણ કહ્યું કે તેને ચેન્નાઈની એક હોસ્પિટલમાં માત્ર તકેદારીના ભાગરૂપે દાખલ કરવામાં આવ્યો હતો અને હવે તે હોટેલમાં પાછો ફર્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષથી શાનદાર ફોર્મમાં રહેલા શુભમન ગિલને વર્લ્ડ કપની શરૂઆત પહેલા ડેન્ગ્યુ થયો હતો, જેના કારણે તે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચ રમી શક્યો નહોતો. તે પછી, બીસીસીઆઈએ તેને સોમવારે અફઘાનિસ્તાન સામેની ભારતની બીજી વર્લ્ડ કપ મેચમાંથી પણ બહાર કરી દીધો કારણ કે તે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ ચેન્નાઈમાં રહ્યો હતો.


બેટિંગ કોચે ગિલની સ્થિતિ વિશે જણાવ્યું


હવે ભારતના બેટિંગ કોચે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "તે સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છે. હા, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ માત્ર સાવચેતીના ભાગરૂપે દાખલ કરવામાં આવ્યો હતો. તે હોટેલમાં પાછો ફર્યો છે, અને તે સાજો થઈ રહ્યો છે. તે તબીબી ટીમ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે અને, અમને આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે. તે હવે ખરેખર સારો દેખાઈ રહ્યો છે."









નોંધનીય છે કે, બીસીસીઆઈ ગીલના સ્થાનની જાહેરાત કરશે નહીં અને તે વર્લ્ડકપમાં ટીમનો ભાગ રહેશે. ગીલ આ વર્ષે વનડેમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. એકવાર સંપૂર્ણ ફિટ થઈ ગયા બાદ ગીલ વર્લ્ડકપમાં ભારત માટે સૌથી મોટો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.