Latest ICC Rankings: ટી20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે (Arshdeep Singh) ઘણો પ્રભાવિત કર્યો હતો. આ ખેલાડીએ આખી ટુર્નામેન્ટમાં 10 વિકેટ ઝડપી હતી. જોકે અર્શદીપ સિંહને T20 વર્લ્ડ કપ 2022(T20 World Cup 2022)માં શાનદાર બોલિંગનું  ઈનામ મળ્યું છે. હવે આ ભારતીય ઝડપી બોલર ICC રેન્કિંગ(ICC Rankings)માં 22મા સ્થાને આવી ગયો છે. તે જ સમયે,  સેમ કરન (Sam Curran) સહિત અન્ય ઘણા ખેલાડીઓએ ICC રેન્કિંગમાં મોટો ફાયદો કર્યો છે.


સેમ કરન પણ રેન્કિંગમાં આગળ આવ્યો છે


ટી20 વર્લ્ડ કપ 2022માં ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો. આ સિવાય આ ઓલરાઉન્ડરને પાકિસ્તાન સામેની ફાઈનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પોતાની શાનદાર બોલિંગને કારણે સેમ કરનને 11 સ્થાનનો ફાયદો થયો છે. જ્યારે પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ પણ ICC રેન્કિંગમાં  છલાંગ લગાવી છે. શાહીન આફ્રિદી ICC રેન્કિંગમાં 18મા સ્થાને પહોંચી ગયો છે, આ પહેલા તે 39મા નંબર પર હતો. આ સાથે જ ઓલરાઉન્ડરની રેન્કિંગમાં ધનંજય ડી સિલ્વા અને બેન સ્ટોક્સને ફાયદો થયો છે.


બેન સ્ટોક્સે રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે


આ ટૂર્નામેન્ટમાં શ્રીલંકાના ઓલરાઉન્ડર ધનંજય ડી સિલ્વાએ 177 રન બનાવ્યા હતા. આ સાથે જ તેણે 6 વિકેટ પણ પોતાના નામે કરી હતી. આ શાનદાર પ્રદર્શન બાદ શ્રીલંકન ઓલરાઉન્ડર રેન્કિંગમાં 30માં નંબર પર આવી ગયો છે. જ્યારે પાકિસ્તાન સામેની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની જીતનો હીરો બનેલો બેન સ્ટોક્સ 41માં સ્થાને પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, બેન સ્ટોક્સે T20 વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં પાકિસ્તાન સામે અણનમ 52 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે એક વિકેટ પણ પોતાના નામે કરી હતી.


45 વર્ષનો આ વિસ્ફોટક બેટ્સમેન રિટાયરમેન્ટ પાછું લેશે


ક્રિકેટની દુનિયામાં રિટાયરમેન્ટ અને બાદમાં વાપસી સામાન્ય બાબત છે, ઘણા બધા ક્રિકેટરો રિટાયરમેન્ટ લીધા બાદ વાપસી કરીને ધમાલ મચાવી ચૂક્યા છે, હવે આ કડીમાં વધુ એક સ્ટાર ક્રિકેટરનુ નામ પણ સામેલ થઇ શકે છે. રિપોર્ટ છે કે, પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી (Shahid Afridi) રિટાયરમેન્ટ પાછુ ખેંચીને ક્રિકેટના મેદાન પર વાપસી કરી શકે છે, જોકે, આ વાતની પુષ્ટી હજુ સુધી થઇ શકી નથી. 


મીડિયા રિપોર્ટ અનુસાર, શાહિદ આફ્રિદી રિટાયરમેન્ટ લઇને વાપસી કરી ચૂક્યો છે, અને તે હવે ફરીથી આગામી 2023મં રમાનારી પીએસએલમાં રમી શકે છે, રમવા અંગે તેને પુરીપુરી ઇચ્છા વ્યક્ત કરી દીધી છે. શાહિદ આફ્રિદી ગઇ સિઝનમાં ક્વેટા ગ્લેડિએટર્સ તરફથી રમતો દેખાયો હતો, અને આ સિઝનમાં પણ રમી શકે છે. પોતાની બેક ઇન્જરીના કારણે શાહિદ આફ્રિદી ગઇ સિઝનમાંથી હટી ગયો હતો, અને તેને એક ટ્વીટ કરીને પીએસએલને અલવિદા કહી દીધુ હતુ. જોકે હવે વાપસીની ખબરો છે.