Afghanistan vs Zimbabwe 3rd t20:  અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે અબુ ધાબીના શેખ ઝાએદ સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી મેચમાં  અસગર અફઘાને ઈતિહાસ રચી દીધો છે.  અફઘાનિસ્તાનના અસગર અફઘાનને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડી દીધો છે. અસગર ધોનીનો કેપ્ટન તરીકે સૌથી ટી-20 મેચ જીતવાનો રેકોર્ડ તોડ્યો છે.



અસગરની કેપ્ટનશીપ હેઠળ અફઘાનિસ્તાનની ટીમે શનિવારે શેઠ ઝાએદ સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી20મેચમાં ઝિમ્બાબ્વેને 47 રને હરાવી સીરિઝમાં 3-0થી ક્લિન સ્વીપ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને સાત વિકેટના નુકસાન પર 183 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઝિમ્બાબ્વેને નિર્ધારિત ઓવરમાં પાંચ વિકેટે 136 રન જ બનાવી શકી હતી.


ટી20માં સૌથી સફળ કેપ્ટન બન્ય અસગર અફઘાન


અસગર અફઘાન ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. કેપ્ટન તરીકે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 42મી જીત સાથે શનિવારે ઝિમ્બાબ્વે સામે ત્રીજી ટી20 જીતી હતી. અગાઉ આ રેકોર્ડ ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના નામે હતો. ધોનીએ ટીમ ઈન્ડિયાને 72 ટી-20 માં 41 મેચ જીતાડી છે. ત્યારે અફગાને ધોનીનો આ રેકોર્ડ ફક્ત 52 મેચોમાં તોડી નાખ્યો છે. 


આ યાદીમાં ઇંગ્લેન્ડના ઇઓન મોર્ગન ત્રીજા ક્રમે છે. તેણે પોતાની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડને 59 મેચોમાં 33 જીત અપાવી છે. આ સાથે જ વિરાટ કોહલીએ 45 મેચોમાં ટીમને 27 જીત અપાવી  છે. જો કે, અફગાન જીતની ટકાવારી મામલે પ્રથમ ક્રમે છે. તેની કેપ્ટનશીપ હેઠળ અફઘાનિસ્તાને 81.73 ટકા મેચોમાં જીત મેળવી છે.


ત્રીજી ટી20મા અફઘાનિસ્તાન માટે નઝીબુલ્લા જાદરાને અણનમ 72 રન, ઉસ્માન ગનીએ 39 અને કેપ્ટન અસગર અફઘાને 24 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રજાએ 29 બોલમાં અણનમ 41 રન બનાવ્યા હતા. 


IND vs ENG 5th T-20: બાઉન્ડ્રી પર જોર્ડને બતાવ્યો જાદુ, સૂર્યકુમાર પણ રહી ગયો દંગ, વીડિયો થયો વાયરલ