PAK vs NEP: એશિયા કપની પ્રથમ મેચમાં બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળની પાકિસ્તાની ટીમ નેપાળ સામે ટકરાઇ રહી છે. આજે પાકિસ્તાન અને નેપાળ વચ્ચે પ્રથમ વનડે મેચ સાથે એશિયા કપ 2023ની શરૂઆત થઇ છે. પાકિસ્તાન અને નેપાળ વચ્ચેની મેચ મુલતાનમાં રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જોકે સોશ્યલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મોહમ્મદ રિઝવાન સોશ્યલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યો છે.


મોહમ્મદ રિઝવાન પર સોશ્યલ મીડિયા યૂઝર્સ શું બોલ્યા  
વાસ્તવમાં પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન જે રીતે રનઆઉટ થયો તે સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. સોશ્યલ મીડિયા યૂઝર્સ સતત કૉમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર ચાહકોનું કહેવું છે કે મોહમ્મદ રિઝવાન જે રીતે થોડા વર્ષો પહેલા રન આઉટ થયો હતો તેવી જ રીતે આઉટ થયો હતો.






સોશ્યલ મીડિયા પર મોહમ્મદ રિઝવાનની ઉડી મજાક - 
સોશ્યલ મીડિયા પર મોહમ્મદ રિઝવાનની ખૂબ મજાક કરવામાં આવી રહી છે. તે જ સમયે જો આ મેચની વાત કરીએ પાકિસ્તાની ટીમે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ લીધી છે. જ્યારે નેપાળની ટીમને પ્રથમ ફિલ્ડિંગ માટે આમંત્રણ આપ્યુ છે. 














-