Asia Cup 2025 Points Table After IND vs UAE: એશિયા કપ 2025 માં ગ્રુપ A અને ગ્રુપ B બંને ટીમો 1-1 મેચ રમી છે. ગ્રુપ A ની પહેલી મેચમાં ભારતે સંયુક્ત આરબ અમીરાત (UAE) પર વિજય મેળવ્યો હતો, જ્યારે ગ્રુપ B ની પહેલી મેચમાં અફઘાનિસ્તાને હોંગકોંગ ચીનને હરાવ્યું હતું. ત્યારથી ભારત અને અફઘાનિસ્તાને પોઈન્ટ ટેબલમાં શરૂઆતની લીડ મેળવી છે. એશિયા કપ 2025 માં કુલ આઠ ટીમો રમી રહી છે.

ગ્રુપ A: ભારત, UAE, પાકિસ્તાન અને ઓમાન.

ગ્રુપ B: અફઘાનિસ્તાન, હોંગકોંગ ચીન, બાંગ્લાદેશ અને શ્રીલંકા.

એશિયા કપ 2025 પોઈન્ટ ટેબલ

એશિયા કપ 2025 માટે ફક્ત બે પોઈન્ટ ટેબલ બનાવવામાં આવ્યા છે. ભારત હાલમાં ગ્રુપ A માં નંબર વન પર છે. ભારતે UAE સામેની મેચ જીતીને 2 પોઈન્ટ મેળવ્યા છે. આ જીત સાથે, ટીમ ઈન્ડિયાનો નેટ રન રેટ (NRR) +10.483 થઈ ગયો છે. UAE ટીમનેમેચમાં 9 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે આ ટીમનો NRR -10.483 થઈ ગયો છે. ગ્રુપ A ની ટીમોમાં, પાકિસ્તાન અને ઓમાન હજુ સુધી એક પણ મેચ રમ્યા નથી, તેથી આ બંને ટીમો ત્રીજા અને ચોથા સ્થાને છે. ગ્રુપ A ની આ બે ટીમો વચ્ચેની મેચ 12 સપ્ટેમ્બરે રમાશે, ત્યારબાદ ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં વધુ ઉતાર-ચઢાવ જોવા મળશે.

એશિયા કપ (Asia Cup 2025)ની મેચમાં ટીમ ઈન્ડિયા એ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) સામે 9 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે. આ મેચમાં ભારતીય ટીમે બોલિંગ અને બેટિંગ બંને ક્ષેત્રે દબદબો જમાવ્યો હતો.

ગ્રુપ A નું પોઈન્ટ ટેબલ

ભારત- 1 મેચ (જીત)- 2 પોઈન્ટ

યુએઈ- 1 મેચ (હાર)- 0 પોઈન્ટ

ઓમાન- 0 મેચ- 0 પોઈન્ટ

પાકિસ્તાન- 0 મેચ- 0 પોઈન્ટ

ગ્રુપ B ની ટીમો વચ્ચે ફક્ત એક જ મેચ રમાઈ છે. એશિયા કપનો પહેલો મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ ચીન વચ્ચે રમાયો હતો. આમાં અફઘાનિસ્તાને મેચ જીતીને બે પોઈન્ટ મેળવ્યા હતા. એશિયા કપનો ત્રીજો મેચ આજે 11 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ અને હોંગકોંગ વચ્ચે રમાશે. આ મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ફરી ફેરફાર થશે. તે પહેલાં, ચાલો ગ્રુપ B ના પોઈન્ટ ટેબલ જોઈએ.

ગ્રુપ B પોઈન્ટ ટેબલ

અફઘાનિસ્તાન- 1 મેચ (જીત) - 2 પોઈન્ટ

હોંગકોંગ ચીન- 1 મેચ (હાર) - 0 પોઈન્ટ

બાંગ્લાદેશ- 0 મેચ- 0 પોઈન્ટ

શ્રીલંકા- 0 મેચ- 0 પોઈન્ટ