Yashasvi Jaiswal:
કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સાથે ઓપનિંગ કરવા આવેલા જયસ્વાલે શાનદાર બેટિંગ કરી હતી. આ પહેલા તેણે T20 ઈન્ટરનેશનલમાં એક 1 અડધી સદી ફટકારી છે. 2023માં રમાયેલી આઇપીએલમાં પણ જયસ્વાલે સદી ફટકારી હતી. તેણે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. T20 સિવાય તેણે ટેસ્ટમાં પણ સદી ફટકારી છે.
જયસ્વાલ IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. 2023ની સીઝનમાં તેણે 14 મેચની 14 ઇનિંગ્સમાં 48.08ની એવરેજ અને 163.61ની સ્ટ્રાઇક રેટથી 625 રન બનાવ્યા હતા. તેની આઇપીએલ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં 37 આઇપીએલ મેચ રમી છે. આ મેચોની 37 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 32.56ની એવરેજ અને 148.73ની સ્ટ્રાઇક રેટથી 1172 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 8 અડધી સદી ફટકારી છે.
21 વર્ષીય જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને પહેલી જ સીરિઝમાં સદી ફટકારી હતી. તેણે અત્યાર સુધીમાં 2 ટેસ્ટ રમી છે. ટેસ્ટની 3 ઇનિંગ્સમાં તેણે 88.67ની એવરેજથી 266 રન બનાવ્યા હતા. આ સિવાય 6 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં જયસ્વાલે 46.40ની એવરેજ અને 165.71ના સ્ટ્રાઈક રેટથી 232 રન બનાવ્યા, જેમાં 1 સદી અને 1 અડધી સદી સામેલ છે.
એશિયન ગેમ્સમાં સોમવારનો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. સોમવારે ભારતીય ખેલાડીઓએ 7 મેડલ જીત્યા હતા. આ 7 મેડલમાંથી એથ્લેટ્સે ભારત માટે 5 મેડલ જીત્યા હતા. આજની રમતના અંત સુધી, તેજસ્વિન શંકર 4260 પોઈન્ટ સાથે ડેકાથલોનમાં ટોચ પર છે. ભારતીય ટીમને 400 મીટર મિક્સ્ડ રિલેમાં સિલ્વર મેડલ મળ્યો. આજે અગાઉ, સ્કેટરોએ 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.