શોધખોળ કરો

Asian Games 2026: એશિયન ગેમ્સની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 19 રને હરાવી જીત્યો ગોલ્ડ

Asian Games 2026: ભારતે એશિયન ગેમ્સની પુરુષોની ક્રિકેટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ મેચમાં તેમણે પાકિસ્તાનને 19 રનથી હરાવ્યું. પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં 33 રનની જરૂર હતી, પરંતુ શિવમ દુબેએ માત્ર 13 રન જ આપ્યા. તેણે એક વિકેટ પણ ઝડપી હતી.

ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને 19 રનથી હરાવીને એશિયન ગેમ્સમાં સતત બીજી વખત પુરુષોની ક્રિકેટ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, ભારતે 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 211 રન બનાવ્યા હતા. તેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 192 રન જ બનાવી શકી. પાકિસ્તાન તરફથી હસન નવાઝ 96 રન સાથે સર્વાધિક સ્કોરર રહ્યો, જ્યારે અયુબે 29 રનની ઇનિંગ્સ રમી. ભારત તરફથી અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરે બે-બે વિકેટ ઝડપી.

આ પણ વાંચો....Asian Games 2026: ભારતે 24 વર્ષ બાદ ગોલ્ફમાં જીત્યો ગોલ્ડ; પ્રણવીએ રચ્યો ઈતિહાસ

ભારતે 19મો ગોલ્ડ જીત્યો
આ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. હવે, પુરુષ ટીમે પણ પાકિસ્તાનને 19 રનથી હરાવીને શાનદાર પ્રદર્શન સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ક્રિકેટના બંને સુવર્ણ ચંદ્રક ફરી એકવાર ભારતને મળ્યા છે. આ સાથે એશિયન ગેમ્સમાં ભારતનો કુલ સુવર્ણ ચંદ્રકોનો આંકડો 19 અને કુલ ચંદ્રકોની સંખ્યા 81 પર પહોંચી છે.

ભારતે સતત બીજો ગોલ્ડ જીત્યો

ભારતે પાકિસ્તાનને આપ્યો હતો 212 રનનો લક્ષ્યાંક

2026 એશિયન ગેમ્સના ફાઇનલમાં ભારતે પહેલા બેટિંગ કરતા 211 રન બનાવ્યા હતા. છેલ્લી 3 ઓવરોમાં શિવમ દુબે અને તિલક વર્માએ એવો ધમાકો મચાવ્યો કે 59 રન ફટકારી દીધા. આ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતનો પાકિસ્તાન સામે સૌથી મોટો સ્કોર હતો. ઇનિંગ્સની શરૂઆતમાં અભિષેક શર્માએ કોહરામ મચાવ્યો. તેણે 7 સિક્સર સાથે પોતાની ઇનિંગ્સમાં 61 રન બનાવ્યા.

વૈભવ સૂર્યવંશી 9 બોલમાં 15 રન બનાવીને જલદી આઉટ થઈ ગયો હતો, પરંતુ અભિષેક શર્માએ ભારે તબાદી મચાવી અને વર્ષ 2026માં 100 સિક્સર પણ પૂરી કરી લીધી. થોડીવાર શ્રેયસ અય્યર અને ઈશાન કિશને મિડલ ઓવરોમાં ઇનિંગ્સ સંભાળી, પરંતુ અંતમાં આવીને શિવમ દુબે અને તિલક વર્માએ પણ ધમાલ મચાવી દીધી.

અભિષેક-દુબે-તિલકનો કહેર

ભારતીય ઇનિંગ્સમાં સૌથી પહેલા અભિષેક શર્માએ કોહરામ મચાવ્યો હતો. તેણે 28 બોલમાં 61 રન બનાવ્યા, આ દરમિયાન તેના બેટમાંથી 7 સિક્સર અને 3 ફોર આવી. તો તિલક વર્માએ 22 બોલમાં 51 રન બનાવ્યા હતા જ્યારે શિવમ દુબેએ 15 બોલમાં 27 રનનું યોગદાન આપ્યું હતું.

પાકિસ્તાન પ્લેઇંગ 11- સાહિબઝાદા ફરહાન (કેપ્ટન), માઝ સદાકત, ઉસ્માન ખાન (વિકેટકીપર), સૈમ અયૂબ, હસન નવાઝ, અબ્દુલ સમદ, અરાફાત મિન્હાસ, અહમદ દાનિયાલ, મોહમ્મદ વસીમ, અબરાર અહમદ, સુફિયાન મુકીમ.

ભારત પ્લેઇંગ 11- વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજૂ સેમસન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન, અક્ષર પટેલ, તિલક વર્મા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ.                    

Frequently Asked Questions

એશિયન ગેમ્સ 2026માં પુરુષોની ક્રિકેટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો?

ભારતે એશિયન ગેમ્સ 2026માં પુરુષોની ક્રિકેટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે ફાઇનલ મેચમાં પાકિસ્તાનને 19 રનથી હરાવ્યું.

ભારતે ફાઇનલ મેચમાં પાકિસ્તાન સામે કેટલા રન બનાવ્યા હતા?

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 211 રન બનાવ્યા હતા. આ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાકિસ્તાન સામે ભારતનો સૌથી મોટો સ્કોર હતો.

ભારત તરફથી કયા બોલરોએ સૌથી વધુ વિકેટ લીધી?

ભારત તરફથી અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરે બે-બે વિકેટ ઝડપી હતી. શિવમ દુબેએ છેલ્લી ઓવરમાં એક વિકેટ પણ લીધી.

પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન કયા ખેલાડીએ બનાવ્યા?

પાકિસ્તાન તરફથી હસન નવાઝે સર્વાધિક 96 રન બનાવ્યા હતા, જ્યારે અયુબે 29 રનની ઇનિંગ્સ રમી હતી.

Advertisement

ટોપ સ્ટોરી

IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય
IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય
કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી
કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી
240+ રન છતાં 3 વખત હાર! શ્રેયસ ઐયર બન્યો દુનિયાનો પહેલો એવો કેપ્ટન, જુઓ આંકડા
240+ રન છતાં 3 વખત હાર! શ્રેયસ ઐયર બન્યો દુનિયાનો પહેલો એવો કેપ્ટન, જુઓ આંકડા
ભારત vs વિન્ડિઝ 3જી T20: ક્યારે અને ક્યાં રમાશે મેચ? જાણો પિચ રિપોર્ટ સહિત A to Z વિગતો
ભારત vs વિન્ડિઝ 3જી T20: ક્યારે અને ક્યાં રમાશે મેચ? જાણો પિચ રિપોર્ટ સહિત A to Z વિગતો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
Embed widget