Rashid Khan: ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia) દ્વારા માર્ચમાં અફઘાનિસ્તાન (Afghanistan) વિરુદ્ધ રમાનારી ત્રણ મેચોની વનડે સીરીઝ રદ્દ કરવા પર રાશિદ ખાન (Rashid Khan) નારાજ થઇ ગયો છે, રાશિદ ખાને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને પણ સામે ધમકી ભર્યા અંદાજમાં જવાબ આપ્યો છે.
અફઘાનિસ્તાનના આ દિગ્ગજ રાશિદ ખાને આના જવાબમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારી બિગ બેશ લિગ (BBL) છોડવાની ધમકી આપી દીધી છે. રાશિદે કહ્યું કે, જો અફઘાનિસ્તાનની સાથે ક્રિકેટ રમવામાં ઓસ્ટ્રેલિયાને અસહજ અનુભવાતુ હોય તો, હું BBL માં મારી ઉપસ્થિતિથી તેમને અસહજ નહીં કરવા માંગુ.
ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ માર્ચમાં રમાનારી વનડે સીરીઝ રદ્દ કરવાનું એલાન કર્યુ હતુ, આ સીરીઝ યૂએઇમાં આયોજિત થવાની હતી, સીરીઝ રદ્દ કરવા પાછળ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તાલિબાનના તે એલાનને જવાબદાર ગણાવ્યુ હતુ, જેમાં તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને છોકરીઓના શિક્ષણ અને રોજગાર પર પ્રતિબંધ લગાવવાની વાત કહી હતી.
Australia vs Afghanistan Series: તાલિબાન સામે ઓસ્ટ્રેલિયાએ ખોલ્યો મોરચો, અફઘાનિસ્તાન સામે નહી રમે ક્રિકેટ
Australia vs Afghanistan Series: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની વન-ડે સીરિઝ રમવાનો ઇનકાર કરી દીધો છે. આ શ્રેણી માર્ચના અંતમાં યુએઇમાં રમવાની હતી. પરંતુ ઓસ્ટ્રેલિયન બોર્ડે તાલિબાનના કેટલાક નિર્ણયોના વિરોધમાં આ મોટું પગલું ભર્યું છે અને શ્રેણી રમવાનો ઇનકાર કરી દીધો છે.
વાસ્તવમાં ઓસ્ટ્રેલિયન ટીમને ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસ પર ચાર ટેસ્ટ અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમવાની છે. આ પછી યુએઈ પહોંચ્યા બાદ અફઘાનિસ્તાન ટીમ સામે ત્રણ વનડે મેચોની શ્રેણી પણ નક્કી કરવામાં આવી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ હવે આ શ્રેણી રમી શકશે નહીં.
અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર ઘણા પ્રતિબંધો
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન છે. તેણે પોતાના દેશમાં મહિલાઓ અને છોકરીઓ પર ઘણા નિયંત્રણો લાદ્યા છે. તેમને અભ્યાસની સાથે ઘરની બહાર કામ કરવાનો પણ અધિકાર નથી. છોકરીઓને રમતગમતમાં ભાગ લેવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તાલિબાનના આ નિર્ણયના વિરોધમાં ક્રિકેટ સીરિઝ નહીં રમવાનો નિર્ણય લીધો છે.
ઓસ્ટ્રેલિયન બોર્ડે પણ પોતાના નિવેદનમાં આ જ વાતનો ઉલ્લેખ કર્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, CA અફઘાનિસ્તાન સહિત વિશ્વભરમાં મહિલાઓ અને પુરુષોને રમતમાં લાવવા અને તેમના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. પોતાના દેશમાં મહિલાઓ અને છોકરીઓની સ્થિતિ સુધારવા માટે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે પણ સતત સંપર્કમાં છે.
ICCએ પણ આ બાબતો પર ચિંતા વ્યક્ત કરી હતી -
CA એ તેની ઓસ્ટ્રેલિયન સરકારનો પણ સહયોગ માટે આભાર માન્યો છે. તેણે કહ્યું, 'અમારા નિર્ણય (અફઘાનિસ્તાનથી શ્રેણી રદ કરવા)ને સમર્થન આપવા બદલ તમારો આભાર.' તાજેતરમાં જ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના સીઈઓ Geoff Allardiceએ પણ અફઘાનિસ્તાનમાં વધી રહેલા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.