શોધખોળ કરો

AUS vs IRE: ઓસ્ટ્રેલિયાએ જીત સાથે કરી T20 World Cup 2026 ની શરુઆત, આયર્લેન્ડને  67 રને હરાવ્યું

ટી20 વર્લ્ડ કપ 2026માં બુધવારે કોલંબોમાં રમાયેલી T20 વર્લ્ડ કપની 14મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ આયર્લેન્ડને 67 રનથી હરાવ્યું હતું.

T20 world cup 2026: ટી20 વર્લ્ડ કપ 2026માં બુધવારે કોલંબોમાં રમાયેલી T20 વર્લ્ડ કપની 14મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ આયર્લેન્ડને 67 રનથી હરાવ્યું હતું. ટી20 વર્લ્ડ કપમાં જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શરુઆત કરી છે.  પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં આયર્લેન્ડ 16.5 ઓવરમાં ફક્ત 115 રન જ બનાવી શક્યું અને ઓલઆઉટ થઈ ગયું હતું. તેમના તરફથી જ્યોર્જ ડોકરેલ સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. નાથન એલિસ અને એડમ ઝામ્પાએ ચાર-ચાર વિકેટ લીધી હતી, જ્યારે મેથ્યુ કુનેહમેને એક વિકેટ પોતાના નામે કરી હતી.  T20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ જીત સાથે ઓસ્ટ્રેલિયા ગ્રુપ B પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. આ દરમિયાન, આયર્લેન્ડ સતત બે હાર બાદ ચોથા સ્થાને છે. તેમનો નેટ રન રેટ -2.175 છે.

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ્સ

ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ જોશ ઈંગ્લિશ (37 રન) અને કૈમરન ગ્રીન (21 રન) એ ઝડપી બેટિંગ કરીને ટીમને ગતિ આપી હતી.  ઈંગ્લિશે  કવર ડ્રાઈવ અને એજ દ્વારા અનેક બાઉન્ડ્રી ફટકારી હતી, જ્યારે ગ્રીને તેની ઊંચાઈનો ફાયદો ઉઠાવીને એક ફોર અને બે જોરદાર સિક્સર ફટકારી હતી. ગ્રીનના આઉટ થયા પછી મેટ રેનશૉ (37 રન) અને માર્કસ સ્ટોઇનિસ (45 રન) એ ઇનિંગ્સને સંભાળી હતી.  તેઓએ 61  રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને મધ્ય ઓવરોમાં રન રેટ જાળવી રાખ્યો. રેનશૉએ સમજદારીપૂર્વક બેટિંગ કરી, જ્યારે સ્ટોઇનિસે અંતમાં આક્રમક અભિગમ અપનાવ્યો. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી પાંચ ઓવરમાં 53 રન ઉમેર્યા, જેનાથી 182/6 ના સ્પર્ધાત્મક સ્કોર સુધી પહોંચી શક્યા હતા.આયર્લેન્ડના બોલરોએ મધ્ય ઓવરોમાં સારી બોલિંગ કરી, પરંતુ કેટલાક કેચ ડ્રોપ થયા હતા.

આયર્લેન્ડની ઇનિંગ્સ

183  રનના લક્ષ્યાકનો પીછો કરતા આયર્લેન્ડની શરૂઆત નબળી રહી હતી. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર નાથન એલિસે શરૂઆતની ઓવરોમાં ભારે તબાહી મચાવી હતી, ત્રણ વિકેટ લીધી અને ટોચના ક્રમને ધ્વસ્ત કર્યો હતો. એલિસે 3.5 ઓવરમાં 9 રન આપીને 3 વિકેટ લીધી હતી.  બાદમાં તેણે 3.5  ઓવરમાં 4/12 નું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું.  ત્યારબાદ લેગ-સ્પિનર ​​એડમ ઝામ્પાએ 4 ઓવરમાં 4/23 વિકેટ લીધી હતી.  મધ્યમ અને નીચલા ક્રમને ઝામ્પાએ તોડી નાખ્યો હતો.  આયર્લેન્ડ તરફથી જ્યોર્જ ડોકરેલે સૌથી વધુ 14  રન (29 બોલ) બનાવ્યા અને ટીમને 100  રનની પાર પહોંચાડી દીધી. જોકે, તેને બીજા છેડેથી કોઈ સહયોગ મળ્યો ન હતો. કેપ્ટન પોલ સ્ટર્લિંગ ઈજાને કારણે બેટિંગ કરવા ન આવ્યા. આખી ટીમ 16.5 ઓવરમાં 115 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
ભારત ઇંગ્લેન્ડ સેમિફાઇનલ 2026: આંકડા કોની તરફેણમાં? જાણો કોણ પહોંચશે ફાઇનલમાં
ભારત ઇંગ્લેન્ડ સેમિફાઇનલ 2026: આંકડા કોની તરફેણમાં? જાણો કોણ પહોંચશે ફાઇનલમાં
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલિંગમાં નવી ધાર જોવા મળશે, BCCI એ ઝહીર ખાનને મોટી જવાબદારી સોંપી
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલિંગમાં નવી ધાર જોવા મળશે, BCCI એ ઝહીર ખાનને મોટી જવાબદારી સોંપી
ટી૨૦ વિશ્વકપ 2026: ભારત ચેમ્પિયન નહીં બને? સેમિફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાની 3 મોટી નબળાઈઓ
ટી૨૦ વિશ્વકપ 2026: ભારત ચેમ્પિયન નહીં બને? સેમિફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાની 3 મોટી નબળાઈઓ
Advertisement

વિડિઓઝ

Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત
Gold Price Hike : આજે સોનાના ભાવમાં 7 હજારનો વધારો, કેટલો થયો ભાવ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતશે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતશે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
વિશ્વમાં યુદ્ધનો માહોલ, પણ ભારત-કેનેડા વચ્ચે થયો ઐતિહાસિક કરાર! જાણો વિગતે
વિશ્વમાં યુદ્ધનો માહોલ, પણ ભારત-કેનેડા વચ્ચે થયો ઐતિહાસિક કરાર! જાણો વિગતે
ભારત ઇંગ્લેન્ડ સેમિફાઇનલ 2026: આંકડા કોની તરફેણમાં? જાણો કોણ પહોંચશે ફાઇનલમાં
ભારત ઇંગ્લેન્ડ સેમિફાઇનલ 2026: આંકડા કોની તરફેણમાં? જાણો કોણ પહોંચશે ફાઇનલમાં
ઇરાનમાં તબાહી મચાવી રહ્યું છે ઈઝરાયલ, એર  ડિફેન્સ સિસ્ટમ કરી તબાહ, જુઓ વીડિયો 
ઇરાનમાં તબાહી મચાવી રહ્યું છે ઈઝરાયલ, એર  ડિફેન્સ સિસ્ટમ કરી તબાહ, જુઓ વીડિયો 
Embed widget