(Source: ECI | ABP NEWS)
IPL 2025 ની વચ્ચે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કર્યો સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ, 3 નવા ખેલાડીઓને મળી જગ્યા, જુઓ લિસ્ટ...
Cricket australia central contract list: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મંગળવાર, 1 એપ્રિલના રોજ 2025-26 સિઝન માટે તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી

Cricket australia central contract list: IPL સિઝન 18 ચાલી રહી છે, ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ટોચના ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં રમી રહ્યા છે. આ દરમિયાન, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટનું લિસ્ટ જાહેર કર્યુ છે. સેમ કોન્સ્ટાસ સહિત ત્રણ નવા ખેલાડીઓને પહેલીવાર યાદીમાં સ્થાન મળ્યું છે. કોન્સ્ટાસે ગયા વર્ષે 26 ડિસેમ્બરે ભારત સામે પોતાનો આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ મેચ રમ્યો હતો. આ ટેસ્ટની પહેલી ઇનિંગમાં તેણે 60 રન અને બીજી ઇનિંગમાં 8 રન બનાવ્યા હતા.
Congratulations to Sam Konstas, Matt Kuhnemann and Beau Webster who are all new additions to the men's contract list 👏 pic.twitter.com/J1IQE0Y4id
— Cricket Australia (@CricketAus) April 1, 2025
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મંગળવાર, 1 એપ્રિલના રોજ 2025-26 સિઝન માટે તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી. યાદી જાહેર કરતા, બોર્ડે સેમ કોન્સ્ટાસ, મેટ કુહનેમેન અને બ્યુ વેબસ્ટરને પ્રથમ વખત કોન્ટ્રાક્ટ યાદીમાં સામેલ થવા બદલ અભિનંદન પાઠવ્યા. મેટ કુહનેમેને 2022 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. આ વર્ષે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે બે ટેસ્ટમાં કુલ ૧૬ વિકેટ લીધી. ૩૧ વર્ષીય બ્યુ વેબસ્ટરે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. તેણે રમેલી 3 ટેસ્ટમાં 150 રન બનાવ્યા છે અને 3 વિકેટ લીધી છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ લિસ્ટમાં ખેલાડીઓનો સમાવેશ -
ઝેવિયર બાર્ટલેટ
સ્કૉટ બૉલેન્ડ
એલેક્સ કેરી
પેટ કમિન્સ
નાથન એલિસ
કેમરોન ગ્રીન
જૉશ હેઝલવૂડ
ટ્રેવિસ હેડ
જૉશ ઇંગ્લિસ
ઉસ્માન ખ્વાજા
સેમ કોન્ટાસ
મેથ્યૂ કુહનેમેન
માર્નસ લાબુશેન
નાથન લિયૉન
મિશેલ માર્શ
ગ્લેન મેક્સવેલ
લાન્સ મોરિસ
જે રિચાર્ડસન
માટ શોર્ટ
સ્ટીવ સ્મિથ
મિશેલ સ્ટાર્ક
બ્યૂ વેબસ્ટર
આદમ ઝામ્પા
પેટ કમિન્સ સહિત ઓસ્ટ્રેલિયાના ટોચના ખેલાડીઓ IPL 2025 માં રમી રહ્યા છે -
પેટ કમિન્સ IPL 2025 માં સનરાઇઝર્સ હૈદરાબાદનું નેતૃત્વ કરી રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઈજાને કારણે બહાર થયેલા જૉશ હેઝલવુડ પણ IPL માં RCB વતી રમી રહ્યા છે. તેમના ઉપરાંત, ટ્રેવિસ હેડ (સનરાઇઝર્સ હૈદરાબાદ), મિશેલ માર્શ (લખનૌ સુપર જાયન્ટ્સ), ગ્લેન મેક્સવેલ (પંજાબ કિંગ્સ), મિશેલ સ્ટાર્ક (દિલ્હી કેપિટલ્સ), એડમ ઝમ્પા (સનરાઇઝર્સ હૈદરાબાદ) IPL સીઝન 18માં રમી રહ્યા છે.




















