ICC Test Rankings India Pakistan Australia: ઑસ્ટ્રેલિયાએ એશિઝમાં 4-0થી જીત અને પાકિસ્તાન સામે 1-0ની શ્રેણી જીત્યા બાદ ICC ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બુધવારે તેનું વાર્ષિક અપડેટ જાહેર કર્યું અને ઓસ્ટ્રેલિયા હવે 128 પોઈન્ટ સાથે ટોચ પર છે. આ સાથે જ ભારત ઓસ્ટ્રેલિયાથી નવ પોઈન્ટ પાછળ બીજા સ્થાને છે.


નવી રેન્કિંગ મે 2019 થી પૂર્ણ થયેલી તમામ ટેસ્ટ શ્રેણીઓને દર્શાવે છે.  જેમાં મે 2021 પહેલા પૂર્ણ થયેલી ટેસ્ટ શ્રેણીનો સમાવેશ થાય છે. બીજા ક્રમે ભારતના 119 પોઈન્ટ છે, ત્યારબાદ ન્યુઝીલેન્ડ (111), દક્ષિણ આફ્રિકા (110) છે. તે ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ માટે સારું છે, જેણે તાજેતરમાં પાકિસ્તાન સામે 1-0થી શ્રેણી જીતી હતી. આનાથી રેન્કિંગમાં ટોચ પર પહોંચવામાં ઘણી મદદ મળી છે.


પાકિસ્તાન 93 પોઈન્ટ સાથે ટોપ ફાઈવમાં સામેલ છે અને બાબર આઝમની ટીમ ઈંગ્લેન્ડ (88)ને પાછળ છોડીને પાંચમા સ્થાને છે. નવી રેન્કિંગમાં ઈંગ્લેન્ડ 97થી 88 પોઈન્ટ પર પહોંચી ગયું છે, જેમાં તેને નવ પોઈન્ટનું નુકસાન થયું છે. નવા કેપ્ટન બેન સ્ટોક્સે હવે ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમની કપ્તાની સંભાળી લીધી છે. પરંતુ છેલ્લા 12 મહિનામાં ઈંગ્લેન્ડ માત્ર એક ટેસ્ટ મેચ જીત્યું છે.


ICC અનુસાર, 1995 પછી આ નવા રેન્કિંગમાં ઈંગ્લેન્ડના સૌથી ઓછા પોઈન્ટ છે. ઈંગ્લેન્ડ 2018માં ભારત સામે 4-1થી શ્રેણી જીત્યા બાદ રેન્કિંગમાં નીચે સરકી રહ્યું છે." જો કે આગામી મહિનામાં તેના રેટિંગમાં સુધારો થઈ શકે છે. જૂલાઈમાં એજબેસ્ટન ખાતેની ટેસ્ટ પછી તેના વર્તમાન રેટિંગમાં તેનું પરિણામ સામેલ થશે. ICC અનુસાર, રેન્કિંગમાં 10 ટીમોનો સમાવેશ થાય છે, જેમાં અફઘાનિસ્તાન અને આયર્લેન્ડને થોડી ટેસ્ટ મેચ રમવાની બાકી છે."


નોરા ફતેહીનું આ સ્ટાર ડાન્સર સાથે ચાલતુ હતુ અફેર, ડાન્સરે ખુદ કર્યો રિલેશનશીપ અંગે ખુલાસો.....


વિચિત્ર કિસ્સોઃ દફનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યાં જ મહિલા શબપેટીમાંથી જીવીત નીકળી ને પછી.......


વ્યાજ દર વધતા જ સ્ટોક માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1200 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 400 પોઈન્ટ ઘટીને 16650 નજીક


Repo Rate Hiked: મધ્યમ વર્ગને RBI નો મોટો ઝાટકો, રેપો રેટમાં કર્યો વધારો, જાણો લોનનો હપ્તો કેટલો વધી શકે છે