બીજા ટેસ્ટમાંથી બહાર થયા સીન એબોટ અને વોર્નર
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડોવિડ વોર્નર ઇજાને કારણે પ્રથમ ટેસ્ટમાં પણ રમી શક્યા ન હતા. ત્યારે ઇજાને કારણે સીન એબોટ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી બહાર પાડવામાં આવેલ એક નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, બન્ને ખેલાડી પોતાની ઇજામાંથી ઝડપથી બહાર આવી રહ્યા છે. ત્રીજી ટેસ્ટ પહેલા ટીમમાં સામેલ થઈ શકે છે. હાલમાં બન્ને બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં રમવાની કોઈ શક્યતા નથી.
ઇજાનો સામનો કરી રહ્યા છે બન્ને ખેલાડી
જણાવીએ કે ભારત વિરૂદ્ધ વનડે સીરીઝમાં રમતા ડેવિડ વોર્નરને ઇજા થઈ હતી, તે પોતાની ઇજામાંથી બહાર નથી આવી શક્યા. માટે ભારત સાથે બીજી ટેસ્ટમાં પણ તે રમી શકશે નહીં. જ્યારે સીન એબોટ ઓસ્ટ્રોલિયા તરફતી ઇન્ડિયા એ વિરૂદ્ધ પ્રેક્ટિસ મેચમાં ઇજાગ્રસ્ત થયા હતા. ઇજામાંથી બહાર આવતા તેને સમય લાગી રહ્યો છે. આ કારણે તે પણ બીજી ટેસ્ટમાં ભારત વિરૂદ્ધ નહીં રમે. હાલમાં ઓસ્ટ્રેલિયાના વિલ પુકોવસ્કી પહેલા જ બહાર થઈ ગયા છે. માટે બીજી ટેસ્ટમાં પણ જો બર્ન્સની સાથે મેથ્યૂ વેડ જ ઓપનિંગ કરશે.
બાયો બબલથી થયા દૂર
કહેવાય છે કે, ઇજાગ્રસ્ત થયા બાદ બન્ને ખેલાડી પોતાના પરિવારની સાતે ચાલ્યા ગયા હતા. જ્યાં તે પોતાની રિહેબિલિટેશનની પ્રક્રિયા પૂરી કરી રહ્યા હતા. આમ થવાને કારણે તો પાતની ટીમના બાયો સિક્યોર બબલથી બહાર થઈ ગયા અને હવે કોરોનાના નિયમોને કારણે તેમને ત્રીજી ટેસ્ટ મેચ પહેલા આઈસોલેશનમાં રહેવું પડી શકે છે.