જ્યારે કાંગારુ કૉચ લેન્ગરને પુછવામાં આવ્યુ કે તેઓ જો ભારતીય કૉચ રવિ શાસ્ત્રીની જગ્યાએ હોય તો શું કરતાં, લેન્ગરે કહ્યું- મને આનાથી કોઇ ફરક નથી પડતો, હું ઘણો તણાવ ઝીલી ચૂક્યો છું, મારી વિરોધી ટીમ પ્રત્યે સહાનુભૂતિ છે, અને મને ખબર છે કે તેમને કેવુ લાગી રહ્યુ હશે. ભારતીય ટીમ જો દબાણમાં છે તો હુ ખુશ છુ, કેમકે ક્રિસમસના આ સપ્તાંહાંતમાં અમે દબાણમાં નથી.
(ફાઇલ તસવીર)
લેન્ગરે કહ્યું કે મને ખબર છે કે કોહલી અને શમીન વિના ભારતીય ટીમ દબાણમાં રહેશે, તેમને આ બન્નેની કમી રહેશે, પરંતુ તેમનો ફોકસ પોતાની ટીમની રણનીતિ પર રહેશે.
ઉલ્લેખનીય છે કે પ્રથમ ડે-નાઇટ ટેસ્ટમાં ભારતીય ટીમનો કાંગારુ ટીમ સામે કારમો પરાજય થયો હતો, એડિલેડ ટેસ્ટમાં ભારતીય ટીમ માત્ર 36 રનમાં સમેટાઇ ગઇ હતી, અને સાથે ભારતે પોતાનો ટેસ્ટ ઇતિહાસનો સૌથી ઓછો સ્કૉર પણ નોંધાવ્યો હતો. આ કારણે ટીમ ખુબ દબાણમાં આવી ગઇ છે.
(ફાઇલ તસવીર)