Ayush mhatre youngest score a century:  સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 માં 18 વર્ષીય બેટ્સમેન આયુષ મહાત્રેએ વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું. મુંબઈ માટે રમતા તેણે વિદર્ભ સામે શાનદાર સદી ફટકારી હતી. વિરોધી બોલરોને  ધોઈ નાખ્યા હતા. તે ટીમ માટે ઓપનિંગ કરવા  આવ્યો અને શરૂઆતથી જ વિસ્ફોટક  બેટિંગ કરી હતી.  મુંબઈને મેચ જીતવામાં મદદ કરીને તે ટીમનો સૌથી મોટો મેચ વિજેતા બની ગયો. વિદર્ભે પ્રથમ બેટિંગ કરતી વખતે 192 રન બનાવ્યા. આયુષના પ્રદર્શને મુંબઈને સરળતાથી લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી. આયુષ મહાત્રેએ આ મેચમાં શરુઆતથી જ વિસ્ફોટક ઈનિંગ રમી હતી.        

Continues below advertisement

રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો

વિદર્ભ સામેની મેચમાં આયુષ મહાત્રેએ 53 બોલમાં કુલ 110 રન બનાવ્યા હતા. જેમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. વિદર્ભના બોલરો  સંપૂર્ણપણે  ફ્લોપ જોવા મળ્યા. આયુષ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો: ફર્સ્ટ-ક્લાસ, લિસ્ટ A અને T20. તેણે રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. આયુષ હાલમાં 18 વર્ષ અને 135 દિવસનો છે અને તેણે ફર્સ્ટ-ક્લાસ, લિસ્ટ A અને T20 ક્રિકેટ સહિત ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે. રોહિત શર્મા 19 વર્ષ અને 339 દિવસનો હતો જ્યારે તેણે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી હતી.      

Continues below advertisement

ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં આયુષ મહાત્રેની કારકિર્દી આ પ્રમાણે રહી છે:

આયુષ મહાત્રેએ અત્યાર સુધીમાં 13 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં કુલ 660 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે સાત લિસ્ટ A મેચોમાં 458 રન પણ બનાવ્યા છે. લિસ્ટ Aમાં આયુષે બે સદી અને એક સદીનો સમાવેશ થાય છે. T20 ક્રિકેટમાં તેણે સદી સહિત 368 રન બનાવ્યા હતા.              

તે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પોતાની પ્રતિભા બતાવી ચૂક્યો છે

આયુષ મહાત્રે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે અને IPL 2025માં બધાને પ્રભાવિત કર્યા છે. તેણે CSK ટીમ માટે સાત મેચોમાં કુલ 240  રન બનાવ્યા છે. આમાં 94  રનની ઇનિંગનો પણ સમાવેશ થાય છે.