Babar Azam PAK vs NZ Karachi Final: પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી બાબર આઝમે ઈતિહાસ રચ્યો છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રિકોણીય શ્રેણીની અંતિમ મેચ કરાચીમાં રમાઈ રહી છે. આ મેચમાં બાબર આઝમ 29 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ તેણે રનનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. બાબરે ટીમ ઈન્ડિયાના વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે. બાબર આઝમ વનડેમાં સૌથી ઝડપી 6000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
પાકિસ્તાને કરાચીમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન સમાચાર લખાય છે ત્યાં સુધી ટીમે 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 63 રન બનાવી લીધા હતા. પાકિસ્તાન તરફથી બાબર આઝમ અને ફખર ઝમાન ઓપનિંગ કરવા આવ્યા હતા. ફખર 10 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે બાબરે 34 બોલનો સામનો કરીને 29 રન બનાવ્યા હતા. તેણે 4 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. બાબરે આ મેચ દરમિયાન ODIમાં 6000 રન પૂરા કર્યા હતા.
બાબર ODIમાં સૌથી ઝડપી 6000 રન બનાવનાર બેટ્સમેન બન્યો -
બાબર આઝમે ODIમાં સૌથી ઝડપી 6000 રન પૂરા કર્યા છે. તેણે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. જોકે, બાબર આ યાદીમાં સંયુક્ત રીતે ટોચ પર પહોંચી ગયો છે. બાબરે 123 ઇનિંગ્સમાં 6000 રન પૂરા કર્યા છે. બાબરની સાથે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ હાશિમ અમલા આ યાદીમાં નંબર 1 પર યથાવત છે. બાબરે વનડેમાં 19 સદી અને 34 અડધી સદી ફટકારી છે.
બાબરે તોડ્યો કોહલીનો રેકોર્ડ
ODIમાં વિરાટ કોહલીએ 136 ઇનિંગ્સમાં 6000 રન પૂરા કર્યા હતા. જ્યારે બાબરે 123 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. કોહલીની સાથે બાબરે કેન વિલિયમસન અને ડેવિડ વોર્નરને પણ પાછળ છોડી દિધા છે. વિલિયમસને 139 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે વોર્નરે પણ 139 ઇનિંગ્સમાં 6000 રન પૂરા કર્યા હતા.
બાબર ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પ્રતિભા બતાવી શકે છે
બાબર આઝમની છેલ્લી કેટલીક ઇનિંગ્સ પર નજર કરીએ તો તે કંઇ ખાસ કરી શક્યો નથી. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી દ્વારા પુનરાગમન કરી શકે છે. બાબર ન્યૂઝીલેન્ડ સામેની લાહોર વનડેમાં માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, તે દક્ષિણ આફ્રિકા સામે કરાચી વનડેમાં 23 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.