Babar azam breaks virat kohli t20i record:  પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી T20Iમાં તેણે ભારતીય દિગ્ગજ વિરાટ કોહલીનો અગાઉનો રેકોર્ડ તોડ્યો છે. બાબર હવે પુરુષોની T20I ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક અડધી સદી

લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં બાબર આઝમે અણનમ 50 રન બનાવ્યા હતા.  તેણે 36 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને અડધી સદી પૂરી કરી હતી. આ બાબર આઝમની તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 39મી અડધી સદી હતી. આ સાથે જ  તેણે વિરાટ કોહલીના 38 અડધી સદીના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો.

Continues below advertisement

Continues below advertisement

ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલીએ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી અને લાંબા સમય સુધી આ રેકોર્ડ પોતાના નામે રાખ્યો. હવે, તેના સતત પ્રદર્શનથી બાબરે પોતાને યાદીમાં ટોચ પર પહોંચાડી દીધો છે.

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી

બાબર આઝમ - 39 અડધી સદી

વિરાટ કોહલી - 38 અડધી સદી

રોહિત શર્મા - 37 અડધી સદી

મોહમ્મદ રિઝવાન - 31 અડધી સદી

ડેવિડ વોર્નર - 29 અડધી સદી

આ યાદી સ્પષ્ટપણે દર્શાવે છે કે બાબર આઝમ વર્તમાન સમયમાં સતત શાનદાર પ્રદર્શન કરનારા બેટ્સમેનોમાંનો એક છે.

રન બનાવનારાઓમાં નંબર વન

માત્ર અડધી સદી જ નહીં બાબર આઝમ પુરુષોના T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર પણ છે. તેણે 139 ઇનિંગ્સમાં 4,500 થી વધુ રન બનાવ્યા છે. તેની સરેરાશ 40 ની આસપાસ છે, જે T20 જેવા ફોર્મેટમાં અપવાદરૂપ માનવામાં આવે છે. તેના નામે ત્રણ સદી પણ છે.

પાકિસ્તાનના મોટા સ્કોરનો પાયો

ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં બાબરની ઇનિંગ્સે પાકિસ્તાનને મજબૂત સ્કોર સુધી પહોંચવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટીમે 20 ઓવરમાં 207 રન બનાવ્યા, જે T20 આંતરરાષ્ટ્રીયમાં ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનનો સૌથી વધુ સ્કોર છે. 

આ મેચમાં પાકિસ્તાન તરફથી સેમ અયુબ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 37 બોલમાં 56  રન બનાવ્યા હતા, જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન શાદાબ ખાને માત્ર 19  બોલમાં 46  રન બનાવીને ટીમનો સ્કોર મજબૂત બનાવ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા ફક્ત 96  રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પાકિસ્તાને 111  રનથી જીત મેળવી અને શ્રેણી 3-0 થી જીતી લીધી.