કોવિડ 19ને કારણે ક્રિકેટને ભારે નુકસાન થઈ રહ્યું છે. બાંગ્લાદેસ ક્રિકેટ ટીમને માર્ચ બાદથી જ કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે હાલમાં જ ક્રિકેટમાં વાપસી માટે ટ્રેનિંગ કેંપનું આયોજન કર્યું. પરંતુ કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખતા બીસીબીએ અંડર 19 ક્રિકેટ કેંપને રદ્દ કર્યો છે.


અંડર 19ના ટ્રેનિંગ કેંપની શરૂઆત 1 ઓક્ટોબરથી થઈ હતી. એવું કહેવાતું હતું કે અંડર 19 ક્રિકેટર્સનો ટ્રેનિંગ કેંપ એક મહિના સુધી ચાલશે. પરંતુ 17 ઓક્ટોબરે જ ટ્રેનિંગ કેંપ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ટ્રનિંગ કેંપ રદ્દ થવાની જાણકારી આપી છે. બીસીબીએ કહ્યું કે, ‘અમે ટ્રેનિંગ કેંપ રદ્દ કર્યો છે. કેટલાક ખેલાડીઓમાં કોરોનાના લક્ષણ જોવા મળઅયા છે અને અમે ક્રિેકટર્સની સાથે કોઈ જોખમ લેવા નથી માગતા.’

ટ્રેનિંગ કેંપ રદ્દ થયા પહેલા જ અંડર 19 એશિયા કપ પણ રદ્દ થઈ ચૂક્યો છે. ક્રિેકટ બોર્ડે કહ્યું કે, ‘અંડર 19 એશિયા કપ રદ્દ થઈ ચૂક્યો છે. ખેલાડીઓને હવે આરામના તકમ મળી જશે. અમે આગામી મહિને સ્થિતિનું આંકલન કરીશું અને ફરી ટ્રેનિંગ કેંપનું આયોજન કરવા પર વિચાર કરવામાં આવશે.’

રિપોર્ટ્સ અનુસાર ખેલાડીઓ ઉપરાંત ટીમ મેનેજમેન્ટના સભ્યોમાં પણ કોરોનાના લક્ષણ મળ્યા. 14 ઓક્ટોબરે જ કેમ્પ પર બ્રેક લગાવાવનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બીસીબીએ 15 ખેલાડીઓને આઈસોલેશનમાં રાખામાં આવ્યા. તેની સાથે જ અંડર 19 ટીમના હેડ કોચ નાવેદ પણ આઈસોલેશનમાં છે.