Bangladesh vs England, 2nd ODI: હાલમાં બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની વનડે સીરીઝ રમાઈ રહી છે. આ સીરીઝની પ્રથમ મેચમાં ઈંગ્લિશ ટીમે 3 વિકેટે જીત મેળવી હતી, જ્યારે હવે બીજી મેચ 132 રને જીતીને સીરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. 2015 ODI વર્લ્ડ કપ પછી બાંગ્લાદેશ ટીમ માટે ઘરઆંગણે આ બીજી વનડે શ્રેણી છે જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.


આ પહેલા વર્ષ 2016માં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી વનડે શ્રેણીમાં ટીમને 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી વનડેની વાત કરીએ તો ઈંગ્લેન્ડ માટે જેસન રોયે શાનદાર સદી રમતા 132 રન બનાવ્યા હતા. તે જ સમયે, ટીમના કેપ્ટન જોસ બટલરે 76 રન બનાવ્યા હતા જ્યારે મોઇન અલીએ 42 રનની શાનદાર ઇનિંગ રમી હતી.


આ સાથે જ છેલ્લી ઓવરમાં બેટિંગ કરવા આવેલા ઓલરાઉન્ડર સેમ કરને માત્ર 19 બોલમાં 33 રનની અણનમ ઈનિંગ રમીને ટીમના સ્કોરને 7 વિકેટે 326 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. યજમાન બાંગ્લાદેશ તરફથી આ મેચમાં તસ્કીન અહેમદે 3 જ્યારે મેહદી હસન મિરાજે 2 વિકેટ ઝડપી હતી.


327 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 9ના સ્કોર સુધીમાં ટીમે તેની 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કેપ્ટન તમીમ ઈકબાલ અને શાકિબ અલ હસન વચ્ચે ચોથી વિકેટ માટે 50થી વધુ રનની ભાગીદારી થઈ હતી. પરંતુ તમીમ 35 રન બનાવીને પેવેલિયન પરત ફરતાં ફરી એકવાર વિકેટો પડવાની પ્રક્રિયા જોવા મળી હતી.


બાંગ્લાદેશની ટીમનો દાવ 44.4 ઓવરમાં 194ના સ્કોર પર સમેટાઈ ગયો હતો અને તેને મેચમાં 132 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડની બોલિંગમાં સેમ કરન અને આદિલ રાશિદે 4-4 વિકેટ લીધી હતી જ્યારે મોઈન અલીએ પણ 1 વિકેટ ઝડપી હતી.  


WPLમાં દિલ્હી કેપિટલ્સે પણ ઓસ્ટ્રેલિયન ખેલાડીને સોંપી કમાન


મહિલા પ્રીમિયર લીગ (WPL)માં દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) પણ ઓસ્ટ્રેલિયન ખેલાડીને પોતાની ટીમની કમાન સોંપી છે. આ ફ્રેન્ચાઇઝીને મેગ લેનિંગને કેપ્ટન તરીકે પસંદ કરી છે. મેગે તાજેતરમાં જ પુરા થયેલા મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં ઓસ્ટ્રેલિયન ટીમને ચેમ્પીયન બનાવી છે. તેની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપમાં એકપણ મેચ નથી હારી, અને ચેમ્પીયન બની છે. મેગ લેનિંગે ઓસ્ટ્રેલિયન મહિલા ટીમને ટી20માં વર્લ્ડ ચેમ્પીયન બનાવી છે, તો ડબલ્યૂપીએલમાં પણ તેની પાસે ખિતાબની આશા રાખવામાં આવી રહી છે. 


30 વર્ષીય મેગ લેનિંગ પાંચ વાર ટી20 વર્લ્ડકપ ચેમ્પીયન ટીમની સભ્ય રહી ચૂકી છે. 18 વર્ષની ઉંમરમાં તેને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હુત. પોતાના 12 વર્ષથી વધુના સમયમાં આ પ્રૉફેશનલ કેરિયરમાં તે 241 ટી20 ઇન્ટરનેશનલ મેચો રમી ચૂકી છે. આમાં 6 ટેસ્ટ, 103 વનડે અને 132 ટી20 ઇન્ટરનેશનલ મેચો સામેલ છે.