European Cricket T10 match: યુરોપમાં એક બેટ્સમેને 43 બોલમાં 193 રનની ઇનિંગ રમીને સનસનાટી મચાવી દીધી છે. ગુરુવારે યુરોપિયન ક્રિકેટ ટી-20 મેચમાં હમઝા સલીમ ડાર નામના ખેલાડીએ તોફાની ઇનિંગ રમી હતી. તેણે આક્રમક રીતે 22 સિક્સર ફટકારી હતી. આ સિવાય તેણે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. તે 193 રન બનાવીને અણનમ રહ્યો હતો. 60 બોલના ક્રિકેટમાં હમઝા 43 બોલ રમ્યો હતો અને પોતાની ટીમને જીત અપાવી હતી.






સ્પેનના બાર્સેલોનામાં કૈટલુન્યા જગુઆર અને સોહલ હોસ્પિટલેટ વચ્ચે મેચ રમાઈ હતી. કૈટલુન્યા જગુઆરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે 10 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 257 રન કર્યા હતા. હમઝા સિવાય યાસિર અલીએ 19 બોલમાં અણનમ 58 રન બનાવ્યા હતા. તેણે ચાર ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. જવાબમાં સોહલની ટીમ 10 ઓવરમાં આઠ વિકેટે 104 રન જ બનાવી શકી હતી.                                         


સોહલ હોસ્પિટલેટ માટે રાજા શેહઝાદે 10 બોલમાં 25 રન બનાવ્યા હતા. તેના સિવાય કમર શહજાદે 13 બોલમાં 22 રન કર્યા હતા. જ્યારે, આમિર સિદ્દીકીએ 9 બોલમાં 16 રન બનાવ્યા હતા. હમઝાએ ત્રણ વિકેટ ઝડપી હતી. તેના સિવાય ફૈઝલ સરફરાઝ, ફારુક સોહેલ, અમીર હમઝા અને એમડી ઉમર વકાસે એક-એક વિકેટ લીધી હતી.  હમઝા સલીમ ડારે 449ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. તેણે T10 ક્રિકેટની સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી. આ પહેલા આ રેકોર્ડ 163 રનનો હતો.                                                  


હમઝા માત્ર ટી-10  લીગમાં જ નહીં પરંતુ કોઈપણ ફોર્મેટ અને કોઈપણ લીગમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હમઝાએ માત્ર 24 બોલમાં પોતાની સદી પુરી કરી હતી. હમઝા ટી-10 લીગના ઈતિહાસમાં સૌથી મોટી ઈનિંગ્સ રમનાર બેટ્સમેન પણ બની ગયો છે.