India U19 squad for australia multi format series: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓસ્ટ્રેલિયા સામેની મલ્ટિ-ફોર્મેટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં સમિતને ભારતની અંડર-19 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે ભારતીય અંડર-19 ટીમ ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ સામે વન-ડે અને ચાર-દિવસીય મેચ રમવાની છે. સમિતને આ બંને ફોર્મેટની શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં તક મળી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ અંડર-19 સિરીઝ 21 સપ્ટેમ્બરથી શરૂ થશે.
જુનિયર પસંદગી સમિતિએ ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે આગામી મલ્ટી-ફોર્મેટ IDFC FIRST Bank હોમ સિરીઝ માટે ભારતની અંડર-19 ટીમની પસંદગી કરી છે. સિરીઝમાં ત્રણ 50 ઓવરની મેચ અને બે ચાર દિવસીય મેચ પુડુચેરી અને ચેન્નાઈમાં રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓસ્ટ્રેલિયા સામેની મલ્ટિ-ફોર્મેટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં સમિતને ભારતની અંડર-19 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
યુપીના સ્ટાર બેટ્સમેન મોહમ્મદ અમાનને ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં ભારતની અંડર-19 ટીમનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના સોહમ પટવર્ધન ચાર દિવસીય શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. સમિતની વાત કરીએ તો તે તાજેતરમાં મહારાજા T20 ટ્રોફીમાં રમ્યો હતો.
ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની ODI શ્રેણી માટે ભારતની અંડર-19 ટીમ - રુદ્ર પટેલ (વાઈસ-કેપ્ટન), સાહિલ પારખ, કાર્તિકેય કેપી, મોહમ્મદ અમાન (કેપ્ટન), કિરણ ચોરમલે, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ સિંહ પંગાલિયા (વિકેટકીપર) , સમિત દ્રવિડ, યુધાજીત ગુહા, સમર્થ એન, નિખિલ કુમાર, ચેતન શર્મા, હાર્દિક રાજ, રોહિત રાજાવત અને મોહમ્મદ અનન.
ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની ચાર દિવસીય શ્રેણી માટે ભારતની અંડર-19 ટીમ – વૈભવ સૂર્યવંશી, નિત્યા પંડ્યા, વિહાન મલ્હોત્રા (વાઈસ-કેપ્ટન), સોહમ પટવર્ધન (કેપ્ટન), કાર્તિકેય કેપી, સમિત દ્રવિડ, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશી સિંહ પંગાલિયા (વિકેટકીપર), ચેતન શર્મા, સમર્થ એન, આદિત્ય રાવત, નિખિલ કુમાર, અનમોલજીત સિંહ, આદિત્ય સિંહ અને મોહમ્મદ અનન.