BCCI Annual Contract List:  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેના વાર્ષિક કેન્દ્રીય કરારની જાહેરાત કરી છે. જેમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને મોટો ફટકો પડ્યો છે. તેમને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. આકાશ દીપ, વિજયકુમાર વિશાક, ઉમરાન મલિક, યશ દયાલ અને વિદ્વત કeવેરપ્પાને ઝડપી બોલિંગ કરારમાં સામેલ કરવામાં આવ્યા છે. બીસીસીઆઈએ મોટી કાર્યવાહી કરતા ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને કેન્દ્રીય કરારની યાદીમાંથી હટાવી દીધા છે. સતત ચેતવણીઓ છતાં, ઈશાન કિશન અને શ્રેયસ અય્યરે રણજી ટ્રોફીની અવગણના કરી. હવે બંને ખેલાડીઓ BCCIની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટનો ભાગ નથી.






 


બીસીસીઆઈ ઈશાન કિશન અને શ્રેયસ અય્યરના વલણથી નારાજ છે. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાંથી બ્રેક લીધા બાદ કિશનને પુનરાગમન કરવા માટે રણજી ટ્રોફી રમવાની સૂચના આપવામાં આવી રહી હતી. પરંતુ કિશને BCCIની અવગણના કરી અને ઝારખંડ તરફથી એક પણ રણજી મેચમાં ભાગ લીધો ન હતો. બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું હતું કે જે ખેલાડીઓ રાષ્ટ્રીય ફરજ પર નથી તેઓને રણજી ટ્રોફીમાં ભાગ લેવો પડશે.



BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પ્લેયર્સની યાદી






A+ ગ્રેડ
રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.


 







ગ્રેડ A-  આર અશ્વિન, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા.






ગ્રેડ B- સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલ.


 






ગ્રેડ C-  રિંકુ સિંહ, તિલક વર્મા, રૂતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસીદ કૃષ્ણા, આવેશ ખાન અને રજત પાટીદાર.


 






આ રીતે ચારેય કેટેગરીમાં મળે છે પૈસા


તમને જણાવી દઈએ કે BCCI કોન્ટ્રાક્ટ લિસ્ટમાં 4 કેટેગરી છે. A+ ગ્રેડમાં રૂ. 7 કરોડ, Aને રૂ. 5, Bને રૂ. 3 અને  C ગ્રેડને વાર્ષિક રૂ. 1 કરોડ મળે છે. આ તમામ કેટેગરીમાં ખેલાડીઓને સામેલ કરવાના કેટલાક નિયમો છે. A+ માં એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેઓ ત્રણેય ફોર્મેટમાં રમે છે (ટેસ્ટ, ODI અને T20).