નવી દિલ્હીઃ કોરોના વાયરસનો મારે હવે બીસીસીઆઇ પર પણ પડ્યો છે. છેલ્લા 6 મહિનાથી કોરોનાએ સમગ્ર દેશમાં કેર વર્તાવ્યો છે, જેના કારણે મોટા પાયે નાણાંકીય નુકશાન થયુ છે. ફેબ્રુઆરીથી ભારતીય ટીમ ઇન્ટરનેશનલ મેચ નથી રમી, હાલ આઇપીએલ માટે યુએઇમાં ખેલાડીઓ છે. પરંતુ કોરોનાના કારણે દુનિયાનુ સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇ હવે નુકશાનમાં જવા લાગ્યુ છે. આર્થિક નુકશાનના કારણે બીસીસીઆએ પોતાના કૉન્ટ્રાક્ટમાં રહેનારા કૉચોની છટણી કરવાનો ફેંસલો કર્યો છે.


બીસીસીઆઇ સાથે જોડાયેલા 11 કૉચ એવા છે, જેનો કૉન્ટ્રાક્ટ આગામી મહિને પુરો થઇ રહ્યો છે. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે 5 કૉચને કહી દેવામાં આવ્યુ છે કે તેનો કૉન્ટ્રાક્ટ આગળ નહીં લંબાવવામાં આવેત. જે કૉચને બીસીસીઆઇએ કૉન્ટ્રાક્ટ નહીં લંબાવવાનુ કહ્યું છે તેમનુ વાર્ષિક પેકેજ 30 થી 55 લાખ રૂપિયા સુધીનુ છે.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે નેશનલ ક્રિકેટ એકેડમીના હેડ રાહુલ દ્રવિડે તમામ 11 કૉચને જણાવી દીધુ છે કે તેમનો કૉન્ટ્રાક્ટ આગળ નહીં લંબાવાય.જોકે, કૉચનુ કહેવુ છે કે બીસીસીઆઇ તેમને કૉન્ટ્રાક્ટ ના લંબાવવાનુ કારણ નથી બતાવ્યુ. દ્રવિડ, બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહએ પણ આખા મામલા પર મૌન સાધી રાખ્યુ છે.

એવુ નથી કે બીસીસીઆઇની આર્થિક હાલત વધુ ખરાબ થઇ ગઇ છે. બીસીસીઆએ પોતાની બેલેન્સ સીટમાં 5526 કરોડ રૂપિયા કેશ અને બેન્ક બેલેન્ડ હોવાના જાણકારી આપી હતી. આ ઉપરાંત બીસીસીઆઇએ 2992 રૂપિયા ફિક્સ્ડ ડિપૉઝિટ હોવાનુ પણ જણાવ્યુ હતુ. વર્ષ 2018માં સ્ટાર સ્પૉર્ટ્સની સાથે પાંચ વર્ષની બ્રૉડકાસ્ટિંગ ડીલથી બીસીસીઆઇને 6138 કરોડ રૂપિયા મળ્યા હતા.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ