ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ક્રિકેટરોના શાનદાર પ્રદર્શન અને તેમના યોગદાનની ઉજવણી કરવા માટે નવી દિલ્હીમાં 'નમન એવોર્ડ્સ 2026' (Naman Awards 2026) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝાકઝમાળ વાળા એવોર્ડ સમારોહમાં આંતરરાષ્ટ્રીય સ્તરથી લઈને ડોમેસ્ટિક (સ્થાનિક) અને અંડર-એજ ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વર્ષે 2024-25 સીઝન માટે સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ અને સ્મૃતિ મંધાનાએ 'બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર' નો સૌથી મોટો એવોર્ડ પોતાના નામે કર્યો છે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટના દિગ્ગજો રાહુલ દ્રવિડ, રોજર બિન્ની અને મિતાલી રાજને પણ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

દિગ્ગજોને મળ્યું 'લાઈફટાઈમ' સન્માન

BCCI દ્વારા ભારતીય ક્રિકેટમાં લાંબા અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ રોજર બિન્ની, 'ધ વોલ' રાહુલ દ્રવિડ અને મહિલા ક્રિકેટના લેજેન્ડ મિતાલી રાજને અત્યંત પ્રતિષ્ઠિત એવા 'કર્નલ સી. કે. નાયડુ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Continues below advertisement
Continues below advertisement

ગિલ અને મંધાના માટે રાત રહી ખાસ

વર્તમાન ખેલાડીઓની વાત કરીએ તો, ભારતીય ટીમના યુવા સ્ટાર અને ટેસ્ટ-ODI ના કેપ્ટન શુભમન ગિલને વર્ષ 2024-25 માટે 'બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર (પુરુષ)' નો પોલી ઉમરીગર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

જ્યારે મહિલા ક્રિકેટમાં આ જ સન્માન (બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર - મહિલા) સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાને મળ્યું હતું. સૌથી મોટી વાત એ છે કે મંધાનાએ પોતાની કારકિર્દીમાં પાંચમી વખત આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતીને પોતાનું સાતત્ય સાબિત કર્યું છે.

ઉભરતા સ્ટાર્સનું પણ થયું સન્માન

બેસ્ટ ડેબ્યૂ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર શરૂઆત કરવા માટે ભારતીય ઝડપી બોલર હર્ષિત રાણાને (પુરુષ) અને શ્રી ચારણીને (મહિલા) 'બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યૂ' નો એવોર્ડ અપાયો હતો. (નોંધનીય છે કે હર્ષિત રાણા ઈજાને કારણે તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સિરીઝ અને T20 વર્લ્ડ કપ 2026 માં રમી શક્યા ન હતા.)

અન્ય સ્ટાર્સ: મહિલા ટીમની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને સૌથી વધુ વિકેટ લેવા બદલ સન્માન મળ્યું હતું. જ્યારે યુવા ખેલાડી આયુષ મ્હાત્રેને સ્થાનિક લિમિટેડ ઓવર ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે 'લાલા અમરનાથ એવોર્ડ' થી સન્માનિત કરાયા હતા.

નમન એવોર્ડ્સ 2026: વિજેતાઓની સંપૂર્ણ યાદી (Full List)

અહીં જુઓ કોને કયો એવોર્ડ મળ્યો:

CK નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ: રાહુલ દ્રવિડ, રોજર બિન્ની

CK નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ (મહિલા): મિતાલી રાજ

પોલી ઉમરીગર એવોર્ડ (બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર - પુરુષ): શુભમન ગિલ

બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર (મહિલા): સ્મૃતિ મંધાના

બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યૂ (પુરુષ): હર્ષિત રાણા

બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યૂ (મહિલા): શ્રી ચારણી

મહિલા ODI માં સૌથી વધુ રન (2024–25): સ્મૃતિ મંધાના

મહિલા ODI માં સૌથી વધુ વિકેટ (2024–25): દીપ્તિ શર્મા

ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન: મુંબઈ ક્રિકેટ એસોસિએશન

ડોમેસ્ટિક ક્રિકેટમાં શ્રેષ્ઠ અમ્પાયર: ઉલ્હાસ ગાંધે

લાલા અમરનાથ એવોર્ડ (બેસ્ટ ઓલરાઉન્ડર):

ડોમેસ્ટિક લિમિટેડ-ઓવર્સ: આયુષ મ્હાત્રે (મુંબઈ)

રણજી ટ્રોફી: હર્ષ દુબે (વિદર્ભ)

માધવરાવ સિંધિયા એવોર્ડ (રણજી ટ્રોફી 2024-25):

સૌથી વધુ વિકેટ (એલીટ ગ્રુપ): હર્ષ દુબે (વિદર્ભ)

સૌથી વધુ વિકેટ (પ્લેટ ગ્રુપ): સુચિત જે (નાગાલેન્ડ)

સૌથી વધુ રન (એલીટ ગ્રુપ): યશ રાઠોડ (વિદર્ભ)

સૌથી વધુ રન (પ્લેટ ગ્રુપ): સ્નેહલ કૌથંકર (ગોવા)

જગમોહન દાલમિયા ટ્રોફી:

બેસ્ટ મહિલા ક્રિકેટર (સિનિયર ડોમેસ્ટિક): શફાલી વર્મા (હરિયાણા)

બેસ્ટ મહિલા ક્રિકેટર (જુનિયર ડોમેસ્ટિક): ઈરા જાધવ (મુંબઈ)

વિજય મર્ચન્ટ ટ્રોફી (U16) સૌથી વધુ વિકેટ: યશવર્ધન સિંહ ચૌહાણ (MP - એલીટ), કિશન સરકાર (ત્રિપુરા - પ્લેટ)

વિજય મર્ચન્ટ ટ્રોફી (U16) સૌથી વધુ રન: શાંતનુ સિંઘ (UP - એલીટ), પ્રીતમ રાજ (બિહાર - પ્લેટ)

એમ. એ. ચિદમ્બરમ ટ્રોફી:

કૂચ બિહાર ટ્રોફી (U19) સૌથી વધુ વિકેટ: હેમચુડેસન જે (તામિલનાડુ - એલીટ), અરકજિત રોય (ત્રિપુરા - પ્લેટ)

કૂચ બિહાર ટ્રોફી (U19) સૌથી વધુ રન: નિત્યા જે પંડ્યા (બરોડા - એલીટ), રાગવન રામામૂર્તિ (પુડુચેરી - પ્લેટ)

સી. કે. નાયડુ ટ્રોફી (U23) સૌથી વધુ વિકેટ: વિકી ઓસ્તવાલ (મહારાષ્ટ્ર - એલીટ), દીપજ્યોતિ સૈકિયા (આસામ - પ્લેટ)

સી. કે. નાયડુ ટ્રોફી (U23) સૌથી વધુ રન: મેકનીલ એચ.એન. (કર્ણાટક - એલીટ), આર. જશવત શ્રીરામ (પુડુચેરી - પ્લેટ)