IND vs NZ 1st Test: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી બે ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત થઈ રહી છે. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં બ્રેક લીધો છે ત્યારે ભારતની કેપ્ટન્સી રહાણે સંભાળશે અને પૂજારા વાઈસ કેપ્ટન રહેશે. રોહિત શર્મા અને હવે રાહુલ પણ ૨૫ નવેમ્બરથી કાનપુરમાં શરૃ થઈ રહેલી ટેસ્ટમાં નહીં હોય ત્યારે બેટિંગ વિભાગમાં રહાણે અને પૂજારાની વિશેષ જવાબદારી રહેશે. પ્રથમ ટેસ્ટમાં ભારતના કેપ્ટન અજિંક્ય રહાણે માટે ટીમ કોમ્બિનેશન મોટો પ્રશ્ન બનશે. ભારત બે ફાસ્ટર કે ત્રણ સ્પિનરના કોમ્બીનેશન સાથે ઉતરે છે તેના પર સૌની નજર રહેશે.
બીસીસીઆઈએ શું કહ્યું
પ્રથમ ટેસ્ટ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓને અપાનારા ભોજન અને નાસ્તાના મેનુ ને લઇને વિવાદ સર્જાયો ગયો છે. ટીમ ઇન્ડિયાને પિરસાનારી વાનગીઓમાં હલાલ મીટ નો ઉલ્લેખ હોવાને લઇને હોબાળો મચી ચૂક્યો છે. આ વિવાદ બાદ બીસીસીઆઈ કોષાધ્યક્ષ અરૂણ કુમાર ધૂમલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે તમામ રિપોર્ટ્સનું ખંડન કરતાં કહ્યું કે, કથિત ડાયટ પ્લાન પર ક્યારેય કોઈ ચર્ચા થઈ નથી અને તેને લાગુ નહીં કરવામાં આવે. ધૂમલ મુજબ ખેલાડી કે ટીમ સ્ટાફે શું ખાવું ને શું ન ખાવું તેને લઈ ક્યારેય કોઈ નિર્દેશ આપ્યો નતી. ખેલાડીઓ તેમના ભોજનની પસંદગી માટે સ્વતંત્ર છે.
હલાલ મીટને લઇને મીડિયા અહેવાલ સામે આવવા લાગતા જ ક્રિકેટ ચાહકોએ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા અને એડવોકેટ ગૌરવ ગોયલે વીડિયો દ્વારા આ ફુડ મેનુમાં સમાવિષ્ટ હલાલ મીટને હટાવી દેવા માટે કહ્યુ છે. ગોયલે સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરતા કહ્યુ છે કે, ખેલાડી કંઇ પણ ખાવા ઇચ્છે તે ખાય. તે તેની મરજી છે પરંતુ બીસીસીઆઇ ને આ અધિકાર કોણે આપ્યો કે તે હલાલ માંસ ની ભલામણ કરે. નિર્ણય યોગ્ય થી અને તેને તુરત પરત લેવો જોઇએ.