India and England: ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ બુધવારે જાહેરાત કરી કે ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ અને ઝડપી બોલર જોફ્રા આર્ચર બંનેને ઓવલ ખાતે ભારત સામેની પાંચમી ટેસ્ટમાંથી બહાર થયા છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ 31 જુલાઈથી લંડનના ઓવલ ખાતે રમાશે. ઓવલ ખાતે રમાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ પહેલા ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન બેન સ્ટોક્સ ખભાની ઇજાને કારણે આ ટેસ્ટ રમશે નહીં. તેમની ગેરહાજરીમાં ઓલી પોપને ટીમની કમાન સોંપવામાં આવી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે ટીમમાં કુલ ચાર ફેરફારો કરવામાં આવ્યા છે.
સ્પિનર લિયામ ડોસન અને ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને બ્રાયડન કાર્સ પણ ટીમમાં નથી. ઇંગ્લેન્ડે જેકબ બેથેલનો સમાવેશ કર્યો છે, જે છઠ્ઠા નંબર પર બેટિંગ કરશે. સરેના બોલર ગુસ એટકિન્સન અને જેમી ઓવરટન ઉપરાંત નોટિંગહામશાયરના ફાસ્ટ બોલર જોશ ટોંગનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્ટોક્સની ગેરહાજરી ઇંગ્લેન્ડ પર કેવી અસર કરશે?
બેન સ્ટોક્સની ગેરહાજરીએ ઇંગ્લેન્ડની ટીમની તાકાત લગભગ અડધી કરી દીધી છે. કારણ કે આ શ્રેણીમાં ઓલરાઉન્ડર તરીકે તેનું પ્રદર્શન ઉત્તમ હતું. 4 ટેસ્ટ મેચની 7 ઇનિંગ્સમાં, બેન સ્ટોક્સે 43.42 ની સરેરાશથી 304 રન બનાવ્યા. આ દરમિયાન, તેણે સદી ફટકારી. તેનો સર્વોચ્ચ સ્કોર 141 રન હતો.
તેના બેટમાંથી 3 છગ્ગા અને 31 ચોગ્ગા આવ્યા. બેન સ્ટોક્સે તેની ઝડપી બોલિંગથી 17 વિકેટ લીધી. ઇનિંગ્સમાં તેની શ્રેષ્ઠ બોલિંગ 5/72 હતી. સ્ટોક્સે પહેલી વાર એક જ શ્રેણીમાં આટલી બધી વિકેટ લીધી.
ઓવલ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ 11
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ (કેપ્ટન), જો રૂટ, હેરી બ્રુક, જેકબ બેથેલ, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, ગસ એટકિન્સન, જેમી ઓવરટન, જોશ ટંગ