Virat Kohli Ruled Out: ભારત પ્રવાસ પર અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ એકમાત્ર ટેસ્ટ મેચ બાદ 3 મેચોની વનડે સિરીઝ રમશે, જેની પ્રથમ મેચ 13 જૂને છે. તમામ દર્શકો વિરાટ કોહલી અને રોહિત શર્માને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમતા જોવા માટે આતુર હતા. કોહલી IPL 2026 માં શાનદાર ફોર્મમાં પણ હતા, પરંતુ હવે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે કોહલી આ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

Continues below advertisement

 

હેમસ્ટ્રિંગ ઇન્જરીના કારણે બહાર થયો વિરાટ કોહલી

IPL 2026 ફાઇનલ દરમિયાન વિરાટ કોહલી સંપૂર્ણ રીતે ફિટ નહોતો, બેટિંગ દરમિયાન ઘણી વખત ફિઝિયોએ ગ્રાઉન્ડ પર આવવું પડ્યું હતું. જોકે ફાઇનલમાં કોઈ બોલર તેમને આઉટ કરી શક્યો નહોતો. તેમણે 42 બોલમાં અણનમ 75 રન બનાવ્યા હતા, જેના માટે તેમને 'પ્લેયર ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો હતો. કોહલી હેમસ્ટ્રિંગની સમસ્યાથી ઝઝૂમતો જોવા મળ્યો હતો, હવે આ જ કારણે તેઓ અફઘાનિસ્તાન સામેની 3 મેચોની વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. નોંધનિય છે કે કોહલી હવે માત્ર વનડે જ રમતો હોવાથી તેમના ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે.

Continues below advertisement

આ પણ વાંચો...કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી

જોકે BCCI એ હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. બીજી તરફ રોહિત શર્માને લઈને બોર્ડ પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યું હતું કે તેમનું રમવું તેમની ફિટનેસ પર નિર્ભર રહેશે. તેમના હજી સુધી સેન્ટર ઓફ એક્સેલન્સ, બેંગલુરુમાં જવાના કોઈ સમાચાર નથી

કોણ બની શકે છે વિરાટ કોહલીનો રિપ્લેસમેન્ટ?

હવે સવાલ એ ઊભો થાય છે કે વિરાટ કોહલીના રિપ્લેસમેન્ટ તરીકે કોની પસંદગી કરવામાં આવે છે. આના માટે યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ દાવેદાર છે. જેની પણ પસંદગી કરવામાં આવશે, તેના માટે આ એક ખૂબ જ સારી તક હશે કારણ કે તે આગામી વર્ષે યોજાનારા વર્લ્ડ કપ માટે પણ પોતાની દાવેદારી રજૂ કરી શકે છે.

અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝ માટે ભારતની સ્ક્વોડ 

શુભમન ગિલ, રોહિત શર્મા*, શ્રેયસ અય્યર (ઉપકપ્તાન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા*, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, પ્રિન્સ યાદવ, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે.