Smriti Irani On Hardik Pandya: રવિવારની રાત તમામ ભારતીયો માટે યાદગાર રાત હતી. ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2022 ની શરૂઆત પાકિસ્તાન સામે 5 વિકેટે રોમાંચક જીત સાથે કરી છે. ભારતીય ટીમની આ જીતમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા શાનદાર રીતે ઝળક્યો હતો. બોલ અને બેટ વડે અદ્ભુત રમત દેખાડતા હાર્દિકે વિરોધી ટીમના ઉત્સાહને ચકનાચૂર કરી દીધો હતો. આ દરમિયાન હાર્દિક પંડ્યાના વખાણ કરતા બીજેપી નેતા અને પ્રખ્યાત ટીવી અભિનેત્રી સ્મૃતિ ઈરાનીએ મજેદાર રિએક્શન આપ્યું છે.


સ્મૃતિ ઈરાનીએ હાર્દિક પર આપ્યું આ રિએક્શનઃ


હાર્દિક પંડ્યાની રમતના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. કારણ કે હાર્દિક એકમાત્ર એવો ખેલાડી હતો જેણે પાકિસ્તાન સામે અંત સુધી લડત આપી અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. હાર્દિકે રમતના બેટ અને બોલિંગ એમ બંને પાસાઓમાં પોતાનું શ્રેષ્ઠ આપીને ભારતને વિજેતા બનાવ્યું હતું. દરમિયાન, સ્મૃતિ ઈરાનીએ તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર હાર્દિક પંડ્યા પર ફની પ્રતિક્રિયા આપી છે. સ્મૃતિ ઈરાનીએ IND vs PAKની મેચ દરમિયાન તેની ટાઈમલાઈન પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં હાર્દિક હમ્મ સાથે ગરદન હલાવીને કંઈક જવાબ આપતો જોવા મળે છે. આ વીડિયોના કેપ્શનમાં સ્મૃતિએ લખ્યું કે - "જ્યારે તે કહે છે કે આજે સોમવાર છે." આ સાથે સ્મૃતિ ઈરાનીએ હાર્દિક પંડ્યાની ઓલરાઉન્ડ રમતના વખાણ કર્યા છે.




સ્મૃતિ ઈરાની ટીવી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ:


ભારતીય જનતા પાર્ટી સાથે લાંબા સમયથી જોડાયેલાં સ્મૃતિ ઈરાની નાના પડદાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંના એક છે. જોકે, રાજકીય કારકિર્દીને ધ્યાનમાં રાખીને સ્મૃતિ ઈરાની હવે મનોરંજન જગતથી દૂર રહે છે. પરંતુ આ પહેલા સ્મૃતિ ઈરાનીએ ક્યૂંકી સાસ ભી કભી બહુ થી જેવી ટીવી સિરિયલોમાં એક્ટિંગ કરી છે. હાલમાં સ્મૃતિ ઈરાની ભારતનું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સંભાળી રહ્યાં છે.