India vs Australia 1st Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે, આ ટેસ્ટ મેચ પહેલા બન્ને ટીમો જોરદાર કમર કરી રહી છે. ચાર મેચોની ટેસ્ટ સીરીઝ ભારત માટે ખુબ જ મહત્વની છે. હાલમાં ઇજાના કારણે ઋષભ પંત અને શ્રેયસ અય્યર ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર છે, ત્યારે કેપ્ટન અને કૉચને ટીમની પસંદગી કરવી ખુબ જ મુશ્કેલ બની રહેવાની છે. આ બધાની વચ્ચે પૂર્વ કૉચ અને કેપ્ટન રવિ શાસ્ત્રીનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે. રવિ શાસ્ત્રીએ નાગપુરની પ્રથમ ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવન અંગે મોટુ નિવેદન આપ્યુ છે. 


રવી શાસ્ત્રીનુ માનવુ છે કે, તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શરૂઆતની ટેસ્ટ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે કેએસ ભરત અને ઇશાન કિશન વચ્ચે બેસ્ટ વિકેટકીપરને મોકો આપશે.


રવિ શાસ્ત્રીએ કહ્યું કે,- જો ઇશાન કિશન કે કેએસ ભરતમાંથી કોઇ એકને લેવાની વાત આવે છે, તો મને લાગ છે કે, તમારે પીચ કયા પ્રકારની છે, પીચ કયા પ્રકારની મદદ આપશે, તે જોવુ પડશે, શું તે ટર્નિંગ પીચ હશે, ત્યાર બાદ બેસ્ટ વિકેટકીપરને મોકો આપવાનુ વિચારીશ. આ ફેંસલો ટીમ મેનેજમેન્ટને કરવાનો છે.


રવી શાસ્ત્રીએ કહ્યું કે, બેસ્ટ કીપર એટલા માટે કેમ કે રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, રવિ ચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ જેવા ખેલાડીઓને સ્ટમ્પની પાછળ એક સારો વિકેટકીપર જરૂર પડશે. કેમ કે આ બૉલરો આત્મવિશ્વાસથી ભરેલા છે.


ઋષભ પંત વિશે વાત કરતાં શાસ્ત્રીએ કહ્યું કે, હવે તે હવે એક વાસ્તવમાં કઠીન ફેંસલો થવાનો છે. પંત કેટલો મહત્વપૂર્ણ  છે, તે સ્ટમ્પની પાછળ બન્ને કામ સારી રીતે કરે છે, ન માત્ર તેની કીપિંગમાં સુધારો આવ્યો છે, પરંતુ તે બેટિંગ મેચ વિનર બેટ્સમેન તરીકે પણ એક સ્ટાર ખેલાડી છે.


શાસ્ત્રીએ કહ્યું કે, તે એક બેટ્સમેન તરીકે એટલો ખતરનાક છે કે, તે રમતને ગમે ત્યારે પલટી નાખી શકે છે. વાસ્તવમાં તેને છેલ્લા બે ત્રણ વર્ષોમાં ટૉપના પાંચ ભારતીય બેટ્સમેનોની સરખામણીમાં વધુ મેચ જીતાડનારી ઇનિંગ રમી છે. તેનુ ના હોવુ એક મોટો ઝટકો છે. 


ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં ઋષભ પંતે ટેસ્ટમા ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે, જેમાં 38 ઇનિંગોમાં 43.3ની એવરેજથી 1517 રન બનાવ્યા છે. 2018/19 બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીમાં પંતે ચાર મેચોમાં 350 રન બનાવ્યા છે. જેમાં સિડનીમાં અણનમ 159 રન સામેલ છે, આ સીરીઝમાં પંતં 20 કેપ પણ પકડ્યા હતા. 


વળી, 2020/21 બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં પંતે આઠ પકડવાની સાથે સાથે ત્રણ મેચોમાં 68.50 ની એવરેજથી 274 રન બનાવ્યા. તેમને સિડનીમાં 97 અને બ્રિસબેનમાં અણનમ 89 રનોની ઇનિંગ રમીને દુનિયાભરના પ્રસશંકોને ચોંકાવી દીધા હતા. જેનાથી ટીમ ઇન્ડિયાએ 328 રનોનો પીછો કરતા ઓસ્ટ્રેલિયામાં સતત બીજીવાર 2-1 થી સીરીઝમાં જીત હાંસલ કરી હતી.