Border-Gavaskar Trophy: ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે અત્યારે ભારતમાં જ ચાર ટેસ્ટ મેચોની બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી સીરીઝ રમાઇ રહી છે, પ્રથમ બે મેચો રમાઇ ચૂકી છે, જેમાં રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ઇન્ડિયાએ કાંગારુ ટીમને જબદસ્ત માત આપીને સીરીઝમાં પહેલાથી 2-0થી લીડ બનાવી લીધી છે, હવે ત્રીજી ટેસ્ટ પહેલા નિવેદનબાજી શરૂ થઇ ગઇ છે. કાંગારુ ટીમની સળંગ બે કારમી હાર બાદ દિગ્ગજો ઓસ્ટ્રેલિયન ટીમને ઘેરી રહ્યા છે, ત્યારે સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ટીમના સાથી ખેલાડીઓના સપોર્ટમાં આવ્યો છે. 


ઇન્દોર ટેસ્ટ પહેલા ગ્લેન મેક્સવેલે કહ્યું કે, અમે બન્ને ટેસ્ટ મેચ ભલે હાર્યા હવે ત્રીજી ટેસ્ટમાં જોરદાર ટક્કર આપીશુ. તેને કહ્યું કે, દિલ્હી ટેસ્ટમાં અમે ત્રીજા દિવસની શરૂઆત સુધી આગળ હતા, પરંતુ બાદમાં બધુ ઠીક ના રહ્યું, કોઇપણ સમયે ટેસ્ટમાં આપણે આગળ હોઇએ તો પ્રતિક છે કે અમે બરાબર કરી રહ્યાં છીએ, હું ચોક્કસ રીતે કહી શકુ છે કે, આગામી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમ ભારતને જોરદાર ટક્કર આપશે, કંઇક સારુ કરવા માટે વિશ્વાસ રાખો. અમે જોરદાર વાપસી કરીશું. 


ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ રન - 









- રિકી પોન્ટિંગ અહીં બીજા નંબર પર છે, પોન્ટિંગે 29 મેચોની 51 ઇનિંગોમાં 54.36 ની એવરેજથી 2555 રન ફટકાર્યા છે. 
- વીવીએસ લક્ષ્મણે 29 મેચોની 54 ઇનિંગોમાં 49.67 ની એવરેજથી 2434 રન બનાવ્યા છે.
- રાહુલ દ્રવિડના નામે 32 મેચોની 60 ઇનિંગોમાં 39.68 ની એવરેજથી 2143 રન નોંધાયેલા છે.
- માઇકલ ક્લાર્કે 22 મેચોની 40 ઇનિંગોમાં 53.92 ની એવરેજથી 2049 રન બનાવ્યા છે. 
- ચેતેશ્વર પુજારા આ લિસ્ટમાં છઠ્ઠા નંબર પર છે, તે 22 મેચોની 40 ઇનિંગોમાં 52.18ની એવરેજથી 1931 રન બનાવી ચૂક્યો છે.


ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ભારતની ટીમ


રોહિત શર્મા (સી), કેએલ રાહુલ, એસ ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, કેએસ ભરત (વિકેટ કિપર), ઈશાન કિશન (વિકેટ કિપર), આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, આર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐયર , સૂર્યકુમાર યાદવ , ઉમેશ યાદવ , જયદેવ ઉનડકટ


ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની વન ડે ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), એસ ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન (wk), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), આર જાડેજા, કુલદીપ યાદવ,વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ , ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ