Travis Head Makes Disgusting Gesture To Rishabh Pant: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 દરમિયાન ટ્રેવિસ હેડ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે તે બોક્સિંગ ડે ટેસ્ટમાં ઋષભ પંતને આઉટ કર્યા બાદ તેના વિચિત્ર સેલિબ્રેશનને કારણે વિવાદમાં છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે ક્રિકેટ જગતમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
બોક્સિંગ ડે ટેસ્ટના (boxing day test) પાંચમા દિવસે, જ્યારે ભારત હારના આરે હતું, ત્યારે ટ્રેવિસ હેડે ઋષભ પંતને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને મહત્વની લીડ અપાવી હતી. પરંતુ પંતની વિકેટ લીધા બાદ હેડની ઉજવણીએ વિવાદ ઉભો કર્યો છે. હેડે કરેલા ઈશારાને ઘણા લોકોએ અયોગ્ય અને અભદ્ર ગણાવ્યા છે.
ઋષભ પંતની વિકેટ લીધા બાદ ટ્રેવિસ હેડે એક વિચિત્ર ઈશારો કર્યો હતો, જેમાં તેણે બીજા હાથ વડે ગોળ ઈશારામાં તેની એક આંગળી દાખલ કરી હતી. આ ઈશારાનો અર્થ ઘણા લોકોને સમજાયો નહોતો, જેના કારણે વિવિધ અટકળો લગાવવામાં આવી રહી હતી.
ચેનલ 7 ના જેમ્સ બ્રેશોએ આ ઈશારાનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, “2022માં શ્રીલંકા સામે 17 બોલમાં 4-10નો સ્પેલ લીધા પછી, હેડે કહ્યું હતું કે તેને બરફ પર આંગળી મૂકવી પડશે. આ તેનો સંદર્ભ હતો. તેણે કહ્યું, ‘મેં તે ફરીથી કર્યું. અને હવે હું તેને ફરીથી બરફ પર મૂકી રહ્યો છું.’” આ ખુલાસાથી સ્પષ્ટ થાય છે કે હેડનો ઈશારો તેની અગાઉની સિદ્ધિ સાથે જોડાયેલો હતો.
જોકે બ્રેશોના ખુલાસા પછી પણ હેડની ઉજવણીને લઈને ક્રિકેટ જગતમાં ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો માને છે કે આ ઉજવણી અયોગ્ય હતી અને તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જ્યારે કેટલાક લોકો તેને ખેલાડીનો અંગત ઈશારો માને છે અને તેમાં કોઈ ખોટું નથી તેમ માને છે. હવે જોવાનું એ છે કે આ મામલે ક્રિકેટ બોર્ડ કોઈ પગલાં લે છે કે નહીં.
આ પણ વાંચો....
IND vs AUS: 13 વર્ષ બાદ મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હારના આ છે પાંચ મુખ્ય કારણો