T20 World Cup 2022: ઓસ્ટ્રેલિયન વિકેટ કીપર બેટ્સમેન Josh Inglis ઈજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો છે. તેના સ્થાને ઓલરાઉન્ડર કેમરોન ગ્રીનને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. કેમેરોન ગ્રીનનું ટીમમાં આવવું ઓસ્ટ્રેલિયા માટે સારા સમાચાર હોઈ શકે છે. ગ્રીન આ દિવસોમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ગ્રીને તાજેતરમાં ભારત સામે રમાયેલી T20 શ્રેણીમાં શાનદાર ઇનિંગ્સ રમી હતી.






Josh Inglis કેવી રીતે ઘાયલ થયો?


નોંધનીય છે કે વિકેટકીપર બેટ્સમેન Josh Inglis ગોલ્ફ રમતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. Josh Inglis ન્યૂ સાઉથ વેલ્સ ક્લબમાં ગોલ્ફ રમી રહ્યો હતો, ત્યારે તેને હાથ પર ઇજા પહોંચી હતી


મુખ્ય કોચે સંકેતો આપ્યા


મુખ્ય કોચ મેકડોનાલ્ડે કહ્યું હતું કે કમનસીબે જોશને એક વિચિત્ર અકસ્માત થયો છે. હવે તે ટી-20 વર્લ્ડકપમાં નહીં રમે. કેમેરોન ગ્રીનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે , "કેમેરોન ગ્રીન સ્પષ્ટપણે ચર્ચાનો વિષય છે. તેની સાથે નાથન એલિસ, બેન મેકડર્મોટ, જોશ ફિલીપ અને એલેક્સ કેરી પણ ચર્ચામાં હતા






નોંધપાત્ર રીતે, કેમેરોન ગ્રીન શાનદાર ફોર્મમાં છે. તેણે તાજેતરમાં ભારત સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાં બે અડધી સદી ફટકારી હતી. આ સાથે જ ન્યુઝીલેન્ડ સામે પણ કેમરોને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ભારત સામેની પ્રથમ T20માં 30 બોલમાં 60 રન અને ત્રીજી T20માં 21 બોલમાં 52 રન બનાવ્યા હતા. જો કે કેમેરોન વિકેટકીપરનો વિકલ્પ નથી.







ICC T20 વર્લ્ડ કપ 2022 ઓસ્ટ્રેલિયાની ધરતી પર યોજાવા જઇ રહ્યો છે. આ ટૂર્નામેન્ટના પ્રથમ ત્રણ દિવસમાં જ કેટલીક ટીમો ખેલાડીઓની ઇજાની સમસ્યાઓનો સામનો કરી રહી છે. એશિયન ચેમ્પિયન શ્રીલંકાએ પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. બીજી તરફ ઈંગ્લેન્ડ અને યુએઈએ એક-એક ખેલાડી રિપ્લેસ કર્યા છે. ટૂર્નામેન્ટની ટેકનિકલ કમિટીએ આ ચાર ખેલાડીઓની રિપ્લેસ કરવાની મંજૂરી આપી દીધી છે.







શ્રીલંકાની ટીમમાં રજિતા-બંડારા













ચમીરા સારા ફોર્મમાં હતો અને તેણે યુએઈ સામે 3 વિકેટ ઝડપી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ ઈંગ્લેન્ડે રીસ ટોપ્લીના બદલે ફાસ્ટ બોલર ટાઈમલ મિલ્સને ટીમમાં સામેલ કર્યો છે. ટોપ્લીને પગમાં ઇજા થઇ હતી. સંયુક્ત આરબ અમીરાતની ટીમમાં રિઝર્વ ખેલાડી ફહદ નવાઝ ઇજાગ્રસ્ત જવાર ફરીદનું સ્થાન લેશે.


ICC મંજૂરી જરૂરી


T20 વર્લ્ડ કપની ટીમમાં કોઈપણ ખેલાડીને બદલવા માટે ટૂર્નામેન્ટની ટેકનિકલ કમિટીની મંજૂરી જરૂરી છે, તે પછી જ ખેલાડીને સત્તાવાર રીતે ટીમમાં સામેલ કરી શકાય છે. નામિબિયા સામેની શરમજનક હાર બાદ શ્રીલંકાએ UAEને હરાવીને સુપર-12માં પહોંચવાની આશા જીવંત રાખી હતી. હવે નેધરલેન્ડ સામે જીતીને તે સુપર 12માં પહોંચવા માંગશે. ઇંગ્લિશ ટીમની વાત કરીએ તો તે સુપર-12 માટે સીધી ક્વોલિફાય થઈ ગઈ હતી.