Champions Trophy Facts: ક્રિકેટમાં આઇસીસીએ કેટલીક ટૂર્નામેન્ટનું આયોજન ખુદ કરાવે છે, અને તેને જીતવા માટે મોટાભાગની ટીમો દમ પણ લગાવે છે. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રૉફીને ICC ક્રિકેટ વર્લ્ડકપ પછી બીજી સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ ગણવામાં આવે છે. અત્યાર સુધી ચેમ્પિયન્સ ટ્રૉફીની 8 એડિશનો યોજાઈ છે (1998, 2000, 2002, 2004, 2006, 2009, 2013 અને 2017). ખાસ વાત છે કે, દક્ષિણ આફ્રિકાની ટીમ 1998માં ICC ચેમ્પિયન્સ ટ્રૉફીની પ્રથમ વિજેતા હતી, જ્યારે પાકિસ્તાન 2017માં ICC ચેમ્પિયન્સ ટ્રૉફીની વર્તમાન ચેમ્પિયન છે.


આઇસીસી ચેમ્પિયન્સ ટ્રૉફી રોચક તથ્યો -  


ઓર્ગેનાઇઝર: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસ) 
ફોર્મેટઃ વનડે ઇન્ટરનેશનલ 
પહેલી એડિશનઃ 1998 (બાંગ્લાદેશ) 
લાસ્ટ એડિશનઃ 2017 ઇંગ્લેન્ડ અને વેલ્સ
કરન્ટ ચેમ્પિયનઃ પાકિસ્તાન (2017)
સૌથી સફળ ટીમોઃ ભારત અને ઓસ્ટ્રેલિયા (પ્રત્યેકે 2 ખિતાબ જીત્યા છે)
સર્વાધિક વિકેટ (28): કાઇલી મિલ્સ (ન્યૂઝીલેન્ડ)  
સર્વાધિક રન (791): ક્રિસ ગેલ (વેસ્ટ ઇન્ડિઝ)


ICC ચેમ્પિયન્સ ટ્રૉફી ટૂર્નામેન્ટના 10 રોચક તથ્યો, તમે પણ નહીં જાણતા હોવ...


1. ઓસ્ટ્રેલિયા એકમાત્ર એવી ટીમ છે જેને 2006 અને 2009માં સતત બે ICC ચેમ્પિયન્સ ટ્રૉફી જીતી છે.
2. વેસ્ટ ઈન્ડિઝ, ભારત અને ઈંગ્લેન્ડ જ એવી ત્રણ ટીમો છે જેઓ ICC ચેમ્પિયન્સ ટ્રૉફીની બે ફાઈનલ હારી છે.
3. ઈંગ્લેન્ડ, ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશ, આયરલેન્ડ અને અફઘાનિસ્તાન એવા માત્ર પાંચ ટેસ્ટ રમી રહેલા રાષ્ટ્રો છે જેમણે અત્યાર સુધી એક પણ ICC ચેમ્પિયન્સ ટ્રૉફી જીતી નથી.
4. શ્રીલંકા 2002માં ટૂર્નામેન્ટની યજમાની કરનારી અને જીતનારી પ્રથમ અને એકમાત્ર ટીમ હતી.
5. ભારતીય ટીમ પાસે ICC ચેમ્પિયન્સ ટ્રૉફીમાં સૌથી વધુ જીતવાની ટકાવારી (70%) નો રેકોર્ડ છે. ભારતીય ટીમે 29 મેચ રમી છે, જેમાં 18માં જીત અને માત્ર 8માં હાર થઈ છે જ્યારે 3 મેચ ટાઈ રહી છે.
6. ઝિમ્બાબ્વેએ 9 મેચ રમી છે અને તે તમામ હારી છે.
7. ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન (791) બનાવવાનો રેકોર્ડ ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ)ના નામે છે.
8. ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કૉર (145*) નો રેકોર્ડ નાથન એસ્ટલ (ન્યૂઝીલેન્ડ)ના નામે છે.
9. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ (28) લેવાનો રેકોર્ડ કાયલ મિલ્સ (ન્યૂઝીલેન્ડ)ના નામે છે.
10. ICC ચેમ્પિયન્સ ટ્રોફીની 2017ની એડિશનમાં વિજેતા ટીમને US$2.2 મિલિયન અને ઉપવિજેતા ટીમને US$1.1 મિલિયન મળ્યા હતા.