નવી દિલ્હીઃ કિંગ્સ ઇલેવન પંજાબનો કેરેબિયન વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલને પેટનો દુઃખાવો અને ફૂડ પૉઇઝનિંગની તકલીફથી રાહત મળી છે. ગેલને ગુરુવારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વિરુદ્ધ આ સિઝનમાં રમવા માટેનો પહેલો મોકો મળી શકે છે.


ટીમના હેડ કૉચ અનિલ કુંબલેએ કહ્યું હતુ કે, ગેલ ફૂડ પૉઇઝનિંગના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચ નથી રમી શક્યો. આ 41 વર્ષીય વિસ્ફોટક બેટ્સમેન શનિવારે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ પણ ન હતો રમી શક્યો.

ગેલે સોશ્યલ મીડિયા પર હૉસ્પીટલમાથી એક તસવીર શેર કરી હતી, જ્યારે કિંગ્સ ઇલેવને સોમવારે જ ગેલને પ્રેક્ટિસ પર પરત ફરવાની તસવીર શેર કરી હતી. ટીમ સુત્રોએ કહ્યું કે, તે હવે સંપૂર્ણ ફીટ છે અને આશા છે કે આરસીબી વિરુદ્ધની મચેમાં ગેલ રમશે. આ મેચ શારજહાંમાં રમાશે, અહીંનુ મેદાન આઇપીએલના ત્રણ સ્થળોમાંથી સૌથી નાનુ છે.



પંજાબ માટે પ્લેઓફની રાહ મુશ્કેલ
મયંક અગ્રવાલ અને કેએલ રાહુલે અત્યાર સુધી કિંગ્સ ઇલેવન પંજાબને સારી શરૂઆત અપાવી છે, આવામાં ગેલને રમવાનો મોકો નથી મળ્યો. કિંગ્સ ઇલેવનને સાતમાંથી છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, અને પ્લેઓફમાં જગ્યા બનાવવી મુશ્કેલ બની છે. 19 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આઇપીએલનો અડધો સફર પુરો થઇ ચૂક્યો છે. આવામાં પંજાબ માટે મુશ્કેલી મોટી છે.